અંબાજીમા ખોડિવડલી સર્કલ પર ટ્રાફીક સિગ્નલ ઉભું કરવાની માંગ

ગુજરાત ના અતિ લોકપ્રિય શક્તિપીઠ અંબાજી ની ગણના ગુજરાત અને ભારત દેશ મા થઇ વિદેશ સુધી થઇ રહી છે આખા વિશ્વ માથી અહીં ભક્તો દર્શન માટે આવે છે અહીં નવરાત્રી ,ભાદરવી મહામેળો અને નવરાત્રી ના પર્વ મા ભારે ભક્તો નો પ્રવાહ જોવા મળે છે આ ધામ મા બાય પાસ રોડ ની કોઈજ વ્યવસ્થા નથી આ ધામ મા રીંગ રોડ ક્યારે બનશે તે હજી સુધી ઠેકાણુ પડ્યું નથી ત્યારે આ ધામ ભારે ટ્રાફિક જામ થવાના દ્રશ્યો અવારનવાર જોવા મળે છે આ ધામ મા પાર્કિંગ માટે કોઈ મોટા પાર્કિંગ બનાવાયા નથ ,દર્શન પથ ઉપર જગ્યા જગ્યા એ ટ્રાફીક જામ થવાના બનાવો દ્રશ્યો જોવા મળે છે પણ આ ધામ મા વાહન ચાલકો સીટી વિસ્તાર મા ભારે સ્પીડ થી વાહન હંકારી ને કાયદા ના નિયમો નું પાલન કરતા નથી ત્યારે અંબાજી ના સૌથી ભરચક વિસ્તાર ખોડીવડલી સર્કલ પર દબાણો ને કારણે અહીં વાહન ચાલકો સર્કલ ફરીને આવ્યા વગર કાયદા કાનૂન ના ધજીયા ઉડાવી રહ્યા છે.
અંબાજી ના ખોડીવડલી સર્કલ પર પસાર થતા વાહનો ખુબજ ઓવરસ્પીડ થી પસાર થઇ રહ્યા છે અહીં બંને બાજુ થી આવતા વાહનો માટે કોઈજ પોલીસ પોઇન્ટ ન હોવાના કારણે મોટી હોનારત થવાના ભણકારા વાગી રહ્યા છે ,અંબાજી પોલીસ આ જગ્યા પર પોલીસ પોઇન્ટ ઉભો કરે તો અહીં થી વાહન ચાલકો સ્પીડ મર્યાદા મા રહી વાહન હંકારી શકે ,અમદાવાદ જેવા મોટા સીટી વાળા કાઉન્ટીંગ ટ્રાફિક સિગ્નલ અહીં જલ્દી થી પોલીસ વિભાગ તરફથી ઉભા કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે ,આ સિવાય આ સર્કલ પર ચારે બાજુ નાના નાના સ્પીડ બ્રેકર લગાવવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે ,જે લોકો પોલીસ ના કાયદા નું પાલન કરતા નથી તેમના વાહનો તાત્કાલીક ધોરણે જપ્ત કરવામાં આવે સાથે તેમના વાંહનો ને પાલનપુર આરટીઓ નો મેમો આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે ,અહીં સર્કલ પર દબાણ જોવા મળે છે જે તાત્કાલીક ધોરણે હટાવવામાં આવે સાથે 24 કલાક પોલીસ નો પોઇન્ટ લાલ – લીલી લાઈટ સાથે શરુ કરવામાં આવે.
અમિત પટેલ (અંબાજી)