યુવાઓને સાહસિક પ્રવૃત્તિઓની તાલીમમાં ભાગ લેવા અરજીઓ મંગાવામાં આવી
રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ ગાંધીનગર તથા યુથ બોર્ડ શાખા દ્રારા પ્રેરીત તથા જિલ્લા રમતગમત અધિકારીની કચેરી સાબરકાંઠા દ્રારા જમીન, પર્વત તથા દરિયાઇ સાહસિક પ્રવૃત્તિઓ વધારવા માટે તાલીમ શિબિરનુ આયોજન કરવામાં આવ્યું છે.
“જમીન, પર્વત તથા દરિયાઇ સાહસિક પ્રવૃત્તિઓ” અંતર્ગત સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જુનાગઢ ખાતે ચાલતી પર્વતારોહણની વિવિધ તાલીમ શિબિરોનો લાભ લીધો ન હોય તેવા ૧૫ થી ૪૫ વર્ષની વય મર્યાદા ધરાવતા સાહસિકો માટે સાબરકાંઠા જિલ્લાના વિવિધ સ્થળો કે જયાં પર્વતારોહણની – રોક ક્લાઇમ્બીંગ, રેપલિંગ ઝીપલાઇન, રિવર ક્રોસિંગ, ટ્રેકિંગ, નાઇટ ટ્રેકિંગ, નાઇટ હોલ્ટ વગેરે જેવી સાહસિક પ્રવૃતિઓનુ આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રવૃતિમાં ભાગ લેવા ઇચ્છુક યુવક-યુવતીઓ જિલ્લા રમતગનત અધિકારીની કચેરી, કિષ્ણા હોસ્પિટલ કમ્પાઉન્ડ, સબજેલ પાસે હિંમતનગર સાબરકાંઠા ખાતે નિયત નમૂનાનુ ફોર્મ ભરી પોતાના બાયોડેટા ફોટાવાળા આઇ.ડી પ્રૂફ સાથે અરજી તા. ૧૬ માર્ચ ૨૦૨૦ સુધીમાં મોકલી આપવા રમતગમત અધિકારીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)