મોરબીના લાયન્સ નગરમાં પ્રાથમીક સુવિધાના પ્રશ્ને પાલિકામાં તાળાબંધીની ચીમકી

મોરબીના શળા બાયપાસ પાસે આવેલ લાયન્સ નગરમાં લાંબા સમયથી પ્રાથમીક સુવિધા આપવાની અનેક રજુઆત કરવા છતાં તંત્રએ કોઈ દાદ ન આપતા અંતે આ વિસ્તારના સામાજિક કાર્યકરે પાલિકા તંત્રને રજુઆત કરીને એક અઠવાડિયામાં પ્રાથમીક સુવિધાના પ્રશ્ને પાલિકામાં તાળાબંધી-રામધૂનની ચીમકી ઉચ્ચારી છે. મોરબીના સામજિક કાર્યકર અબ્દુલ બુખારીએ પાલિકામાં રજૂઆત કરી છે કે શનાળા બાયપાસ પાસે આવેલ છેવાડાનાવિસ્તાર લાયન્સનગરમાં છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનો સદંતર અભાવ છે.
જેમાં પીવાનું પાણી પાંચ દિવસે આવે છે. એ પણ ભૂગર્ભ ગટરના દૂષિત પાણી સાથે ભળીને ગંદુ પાણી આવે છે. આ વિસ્તારના મેઈન રોડ ઉપર પાઇપ લાઈન નાખતા રોડની ખરાબ દુર્દશા થઈ ગઈ છે. સ્ટ્રીટ લાઈટના અભાવે અંધારપટ્ટ છવાઈ ગયું છે અને આ વિસ્તારમાં ભૂગર્ભ ગટર ઉભરાવવાની ગંભીર સમસ્યાઓ છે. તેથી, આ વિસ્તારના લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જો કે પ્રાથમિક સુવિધાના પ્રશ્ને અનેક રજુઆત કરવા છતાં ઉકેલ ન આવતા એક અઠવાડિયામાં પ્રાથમિક સુવિધા ન અપાઈ તો નગરપાલિકામાં તાળાબંધી અને રામધૂન બોલાવવાની ચીમકી ઉચ્ચારી છે.
રિપોર્ટ : રાહુલ નગવાડિયા (મોરબી)