ધાનેરામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ ડો.રાજુલબેન દેસાઈએ પણ ખાસ ઉપસ્થિત મહિલાઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. જિલ્લા અને તાલુકાની વિશિષ્ટ મહિલાઓને સિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માન પણ કરવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમમાં મહિલા સશક્તિકરણ પર ભાર મૂકવામાં આવ્યો હતો. ડો.રાજુલબેન દેસાઈ સાથે જિલ્લા અને તાલુકાની અનેક મહિલા અધિકારીઓને પણ માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી અને કાર્યક્રમનો લાભ લીધો હતો.