ધોરાજી નગરપાલિકા દ્વારા ગંદા પાણીના વિતરણને લઈને શહેરીજનોમાં ભભૂકતો રોષ

રાજકોટના ધોરાજીમાં આવેલ વિશ્વકર્મા સોસાયટીમાં છેલ્લા ઘણાં સમયથી પાલિકા દ્વારા લોકોને ઘેર ઘેર આપવામાં આવતાં પીવાના પાણીમાં ગંદા પાણીનું વિતરણ કરવામાં આવતું હોવાનું પ્રશ્ન લોકો માટે માથાનો દુ:ખાવો બન્યો છે. આ વિસ્તારમાં ઘણાં વર્ષો પહેલાં બનેલ ભૂગર્ભ ગટર યોજનામા થયેલ લોલમલોલને કારણે પીવાનું પાણી દુષીત થતું હોવાની વિગતો ધ્યાને આવ્યું છે. વિશ્વકર્મા સોસાયટી તથા આજુબાજુના વિસ્તારમાં 2013માં નાખવામાં આવેલ ભૂગર્ભ ગટર યોજના સમયે જે લાઈનો તૂટી હતીં એ લાઈનો જેમાં ભૂગર્ભ ગટરના અને પીવાનાં પાણીની પાઈપલાઈના કનેક્શનો ભેગાં થઇ ગયાં છે.
જેને લીધે અવારનવાર નગરપાલિકા દ્વારા પીવાનાં પાણીનું વિતરણ કરવામાં આવે છે ત્યારે લોકોના ઘેર ઘેર પહોંચે છે દુષિત પાણી આ દ્રશ્યોમાં જોવા મળતા પીવાનું પાણી તો ઠીક છે પણ કપડા ધોવા કે વાસણ માંઝવામાં પણ ઉપયોગ થઈ શકે તેમ નથી જેમને કારણે સ્થાનિકોની હાલત છતાં પાણીએ કફોડી થઈ જવાં પામી છે.ત્યારે ઘણાં વર્ષોથી ધોરાજી શહેરના આ વિસ્તારના રહીશોનો દુષિત પાણી વિતરણનો પ્રશ્ન ત્રણ બંદરોની ભૂમિકા ભજવતા પાલિકા સતાધીશો ક્યારે સંતોષશે એ જોવાનું રહ્યું…
રિપોર્ટ : વિપુલ ધામેચા (ધોરાજી)