નેનાવા માર્કેટ યાર્ડ પાસે અકસ્માતમાં બેનાં મોત
ધાનેરા થી નેનાવા જવાના હાઇવે ઉપર આજે સાંજે કમાન્ડર ગાડી અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો જેમાં કમાન્ડર ગાડીમાં બેઠેલા બે વ્યક્તિઓ ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા. જેથી ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા એકઠા થયા અને અકસ્માત માં મૃત્યુ પામેલ બન્ને વ્યક્તિઓને ગાડીમાંથી બહાર કાઢ્યાં. બન્ને મૃત્યુ પામેલ વ્યક્તિઓ થરાદ તાલુકાના મેસરા ગામના જોવાનું જાણવા મળેલ છે.