જામનગરમાંથી વિદેશી દારૂ પકડી પાડતી સીટી બી ડીવીઝન પોલીસ

જામનગર જીલ્લામાં દારૂ જુગારની બદી નાબુદ કરવા પોલીસ અધિક્ષક શ્રી શરદ સિંઘલ સાહેબની સુચના અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી એ.પી.જાડૅજા સાહેંધ્યના માર્ગદર્શન મુજબ 1/C પોલીસ ઇન્સપેકટર શ્રી એસ.એન.સાટી સાહેબની સુચના અને માર્ગદર્શન મુજબ આજરોજ સીટી બી ડીવી પો. સ્ટે.ના સર્વેલન્સ સ્કોડના કે.વી.ચૌધરી પોલીસ સબ ઈન્સ તથા સર્વેલન્સ સ્કોડના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતાં.
દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ કિશોરભાઇ પરમાર તથા હિતેન્દ્રસિંહ જાડેજાને ચોક્કસ બાતમી રાહે હકીકત મળેલ કે મહેબુબશાહ પીરની દરગાહ પાસે રહેતો અનોપસિંહ રાઠોડ એ પોતાના રહેણાંક મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ વેચાણ અર્થે મંગાવી રાખેલ છે. જે હકિકત આધારે રેઈડ દરમ્યાન આરોપી અનોપસિણપતસિંહ રાઠોડ જાતે દરબાર ઉં.વ. 30 ધંધો કારખાનામાં મજુરી રહે: ધરારનગર ૨, રામાપીરના મંદિરથી આગળ મહેબુબશાહ પીરની દરગાહ પાસે જામનગર વાળાના રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો નંગ 36 તથા ચપટા નંગ 40 કુલ મળીને કિ. રૂ.21000 નો મુદ્દામાલ કબ્જે કરેલ છે.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ. શ્રી એસ.એન.સાદી તથા પો.સબ.ઇન્સ, વૌ.ચૌધરી પોલીસ હેડ કોન્સ. રાજેશભાઈ વેગડ, સ્વીરાજસિંહ જાડેજા, પોલીસ કોન્સ તેિન્દ્રસિંહ જાડેંજા, કીશોરભાઈ પરમાર, અમીતભાઈ ગઢવી, યુવરાજસિફ જાડેજા, દ્વારા કરવામાં આવેલ છે.
– રોહિત આર. મેરાણી (જામનગર)