ઉપલેટા તાલુકાના મોટી પાનેલી સરસ્વતી ધામ શાળાના બાળકો દ્વારા ઉમદા પહેલ

ઉપલેટા તાલુકાના મોટી પાનેલી સરસ્વતી ધામ શાળાના બાળકો દ્વારા ઉમદા પહેલ
Spread the love

ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામની શ્રી સરસ્વતી ધામ શાળા ના બાળકો દ્વારા ઉમદા પહેલ હાથ ધરવામાં આવેલ છે હાલ આખી દુનિયા કોરોના વાઇરસ ના ખોફ થી પીડિત છે આપડા દેશમાં પણ આ વાઇરસ કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે ડોક્ટર અને સરકારના કહેવા પ્રમાણે હજુ સુધી આ વાઇરસની કોઈ રસી કે દવા શોધાણી નથી તો આ વાઇરસ થી બચવાનો એકમાત્ર ઈલાજ એ છે કે અગાઉ થીજ સાવધાની વર્તી સાવચેતીના પગલાં લેવા શ્રી સરસ્વતી ધામ શાળાના બાળકોએ આવુજ કંઈક ઉમદા પગલું ભરી મોટી પાનેલી તેમજ આજુબાજુના ગામોમાં ઘરે ઘરે જઈને લોકોને કોરોના વાઇરસ થી બચવાં શું કરવું અને શું ના કરવું એ બાબત ની નોંધ એક કાપલી માં ટાઈપ કરી લોકોને સમજાવ્યા હતા.

સાથે લોકોને એ પણ જણાવ્યું હતું કે સ્વાચ્છોશ્વાસ ની ક્રિયામાં જો ઉધરસ કે છીંક આવે તો ખુલ્લામાં ના છીંકતાં આપડા ખમ્ભાની બાય માં છીકવુ, કોઈપણ સાથે હાથ મિલાવવો નહીં, નમસ્તે કરીને કામ ચલાવવું, જો કોઈને શરદી ઉધરાશ કે તાવ હોય તો તેનાથી બે મીટર ના અંતર જેટલું દૂર રહેવું, જો આપને કે આપણા ઘરના કોઈ સભ્યો ને શરદી ઉધરસ કે તાવ હોય તો ડોક્ટર્સ ની સલાહ મુજબ જરૂરી દવા લઈને એક નોખા રૂમમાં રહેવું અને કોઈના સંપર્કમાં ના આવવું, ભીડભાડ વાળી જગ્યાએ જવું નહીં, દિવસમાં વારંવાર સાબુ થી હાથ ધોવા, જો બહાર થી આપણે ત્યાં કોઈ મહેમાન આવે તો તેને પણ હાથ ધોવા ને સાવચેત રહેવા જાણવું.

આટલુ કહી બાળકોએ જણાવેલ કે, જો આટલુ કરશો તો કોરોના વાઇરસ આપડા ગામમાં કે આપણા એરિયા માં ક્યારેય નહીં પહોંચે ને કોરોના વાઇરસ સામે લાડવાનો આજ મહત્વનો ઉપાય છે. આજ સોમવાર થી બાળકોને શાળામાં રજા પડી ગઈ હતી માટે શાળાના મોટા ધોરણના અમુક બાળકો ને સાથે રાખી શાળાના શિક્ષકો એ આ ઉમદા કાર્ય માં સાથ નિભાવી લોકોમાં કોરોના વાઇરસ પ્રત્યે જાગૃતિ આવે તેવું સુંદર પગલું શાળા દ્વારા ભરવામાં આવેલ હતું લોકો એ પણ શાળા તથા બાળકોને આ પહેલને આવકારી બાળકોને ધન્યવાદ અર્પિત કરેલ.

રિપોર્ટ વિપુલ ધામેચા (ઉપલેટા)

VideoCapture_20200316-130643-0.jpg

Admin

Vipul Dhamecha

9909969099
Right Click Disabled!