જેતપુરમાં આવેલ ભાદર ડેમની કેનાલમાં મહિલાઓ જીવના જોખમે કપડાં ધોવે છે…!

ગુજરાત ભરમાં ઇરીગેશનની કેનાલમાં અવારનવાર લોકોના ડૂબતા મોત થાય છે, રાજકોટ જિલ્લાના ભાદર ડેમની કેનાલમાં એક અઠવાડિયામાં 5 થી 6 જેટલા લોકોના ડૂબતા મોટ થતા ભાદર ઇરીગેશન દ્વારા સાવચેતીના પગલાં સાથે લોકોને જગૃત કરવામાં આવી રહ્યા છે. રાજકોટ જિલ્લાના જેતપુરમાં આવેલ ભાદર ડેમની કેનાલ દ્વારા ખેડૂતોને સિંચાઈ આપવામાં આવે છે આ કેનાલ તાલુકા ના અનેક ગામોમાંથી અને જેતપુર શહેર માં થી પસાર થાય છે અહીં લોકો ખાસ કરીને મહિલા ઓ જીવના જોખમે કપડાં ધોવે છે, અને નાહવા માટે પણ પડે છે, આ કેનાલ માં પાણી નો ધસમસતો પ્રવાહ હોય છે જે આવા લોકોના જીવ માટે જોખમી છે. દર વર્ષે આ કેનાલ માં અકસ્માતે ડૂબી જઈ ને અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે, ત્યારે આવા બનાવો ના બંને અને લોકો ના જીવ બચાવી શકાય તે માટે ભાદર ઇરીગેશન દ્વારા ખાસ કામગીરી શરૂ કરવામાં આવેલ છે.
ભાદર ઇરીગેશન દ્વારા જ્યાં લોકોને વધુ ભય છે તેવી જગ્યા ખાસ બૅનર લગાવેલ છે અને સૂચનાઓ સાથે લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહેલ છે. ભાદર ઇરીગેશનના દ્વારા પાણીના પ્રવાહની વચ્ચે ખાસ પ્રકારની લોખંડની જાણી મુકવામાં આવેલ છે. જેના કારણે જો કોઈ વ્યક્તિ પાણીના આ પ્રવાહ માં તણાય ને ડૂબતો હોય તો તે આવી જાળી માં અટકાય જાય છે. જેના કારણે તેનો જીવ પણ બચી શકે છે અને જો મૃત હોય તો તેનો મૃતદેહ તુર્તજ મળી શકે છે અને કેનાલમાં પાણીનો પ્રવાહ બંધ કરવાની જરૂર પડતી નથી. સાથે લોકોને જગૃત કરવા માટે સતત પેટ્રોલિંગ પણ કરવા માં આવી રહેલ છે અને કેનાલના કાંઠે કપડાં ધોતા લોકોને અહીં કપડાં નહિ ધોવા સહિતનું કહેવા માં આવે છ, લોકો અને ખેડૂતો પણ આવું આયોજન જોઈ ને ખુશ જોવા મળતા હતા, ખેડૂતોને તો અવરિત પાણી મળતા ખુશ હતા. ભાદર ઇરીગેશનની સારી કામગરી સાથે લોકોને સત્તત જાગૃત કરવા કામ સાથે લોકો એ પણ જાગૃત થવું જરૂરી છે તો જ અહીં થતી જીવ હાનિ નિવારી શકાય તેમ છે.
હરેશ ભાલીયા (જેતપુર)