નગર પ્રાથમિક શિક્ષણ, સુરત સંચાલિત મશરુવાલા કોસાડ આવાસમાં ઇનામ વિતરણ

નગર પ્રાથમિક શિક્ષણ , સુરત સંચાલિત શ્રી કિશોરલાલ જી.મશરુવાલા પ્રા.શા.ક્ર-૨૭૮ એચ-૧ કોસાડ આવાસમાં ઇનામ વિતરણ કાર્યક્રમ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો.આ કાર્યક્રમમાં વાલીઓ,આંગણવાડી કાર્યકર બહેનો,એસ.એમ.સી સભ્યો ,સામાજિક કાર્યકરો હાજર રહ્યા હતા.આ કાર્યક્રમ શાળાના સી.આર.સી. કો-ઓર્ડીનેટર ધર્મેશભાઈ રાઠોડના પ્રમુખપદ હેઠળ કરવામાં આવ્યો.શાળાના આચાર્ય દીપેન્દ્રકુમાર પટેલ તેમજ ઉદ્ઘઘોષક વિજયકુમાર પરલીકર દ્વારા સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો.