સાલીયા (સંતરોડ) હાઇવે પરથી વિદેશી દારૂ મોરવા હડફ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

પંચમહાલ જિલ્લાના મોરવા હડફ પોલીસ મથકના પોલીસ સબ ઇન્સપેક્ટર જે.સી.જાદવ પેટ્રોલીંગમાં હતા તે સમય દરમિયાન બાતમી મળી હતી કે સાલીયા (સંતરોડ) હાઇવે પરથી એક પીળા કલરની રીક્ષામા વિદેશી દારૂનો જથ્થો ભરીને પસાર થવાની છે, આ અંગેની બાતમી મલતા મોરવા હડફ પોલીસે સાલીયા (સંતરોડ) હાઇવે પર નાકાબંધીમા હતા. તે સમય દરમિયાન એક પીળા કલરની સી.એન.જી. રીક્ષા નંબર જીજે ૨૭ વાય ૨૬૨૨ આવતા તેને રોકી રીક્ષામાં તપાસ કરતા રીક્ષામાં ચાર વિમલના થેલા નજરે પડતા વિમલના થેલામાં તપાસ કરતાં અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ નંગ – ૩૬૭ નજરે પડતા જેની કિંમત ૩૮,૬૧૦નો વિદેશીનો દારૂનો જથ્થો તેમજ રીક્ષા સહિત રૂ.૮૮,૬૧૦/- નો મુદ્દામાલ કબ્જે કરી રીક્ષા ચાલક અજય રામસિંહ ભાટી રહે.ગોપાલપાર્ક સોસાયટી જીલ રેસીડન્સીની સામે ઘોડાસર અમદાવાદ તેમજ બાજુમાં બેઠેલ દિનેશ સમસુભાઈ બારીઆ રહે.અંબિકા ટુપના કાચા છાપરા વટવા ક્રોસિંગ અમદાવાદ આ બંને આરોપીઓની ધરપડક કરી તેઓની વિરુદ્ધ પ્રોહીએક્ટ મુજબનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઈકબાલ શેખ, શહેરા