કડીના ચંદ્રાસણથી બાવલુ તરફ જતો રસ્તો ઘણા સમયથી બિસ્માર હાલતમાં

- કડીના ચંદ્રાસણથી બાવલું તરફ જતો ઘણા સમય થી બિસ્માર બનતા વાહન ચાલકોને હાલાકી
કડી તાલુકાના ચંદ્રાસણ ગામથી બાવલું ગામ તરફ જવાનો રસ્તો છેલ્લા ઘણા સમય થી બિસ્માર હાલતમાં હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. કડી તાલુકાના છેવાડા ના ગામ ચંદ્રાસણ ને જોડતો એક માત્ર માર્ગ છેલ્લા ઘણા સમય થી બિસ્માર થયી ગયો છે આ મુદ્દે સ્થાનિક આગેવાનો તેમજ સરપંચોએ વારંવાર ઉચ્ચ કક્ષાએ જાણ કરી હોવા છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું ના હોવાનું જોવા મળી રહ્યું છે.ચંદ્રાસણ ગામ કડી તાલુકા નું છેવાડાનું ગામ હોવાથી તેને જોડતો એક માત્ર માર્ગ હોવાથી તંત્ર મરામત કે નવીન બનેતે માટે વિચારે તે અત્યંત જરૂરી છે.હાલતો આ ડામર રોડ વાહન ચાલકો માટે કમ્મરતોડ પુરવાર થયી રહ્યો છે. ત્રણેક વર્ષ પહેલાં રાજ્યના નાયબ મુખ્યમંત્રીના હસ્તે આ રસ્તાનું નવીનીકરણ માટે લોકાર્પણ થયું હોવા છતાં કયા કારણોસર કામ થતું નથી તે મુદ્દો ચર્ચાનું કેન્દ્ર છે
ચંદ્રાસણ ગામ થી પરીવહન માટે ઉપયોગમાં લેવાતો એક માત્ર માર્ગ છેલ્લા ઘણા સમયથી અતિ બિસ્માર હોવાથી અહીં થી પસાર થતા ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.દિવસ અને રાત્રી દરમ્યાન નીકળતા ગ્રામજનોના નાના મોટા વાહનોની અવરજવર રહેતી હોવા છતાં રસ્તાની મરામત કે નવીન બનાવવા માટે તંત્ર દ્વારા ઉદાસીનતા દાખવવામાં આવી રહી છે.ત્રણેક વર્ષ પહેલાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ દ્વારા આ રસ્તાને નવીન બનાવવા માટે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હોવા છતાં રાજકીય કિન્નખોરી ને કારણે રસ્તાનું કામકાજ આગળ ચાલતું ના હોવાનું અંગત સૂત્રોના માધ્યમ થી જાણવા મળ્યું હતું.આ રસ્તા ઉપર મસ મોટા ખાડાઓના કારણે અહીંથી પસાર થતા વાહનોને પણ ભારે નુકશાન થતું હોય છે.આ ડામર રોડ નવીન બને તેવું ગ્રામજનો ઈચ્છી રહ્યા છે તેમ છતાં તંત્ર દ્વારા ઉદાસીનતા સેવાઇ રહી છે.હાલ તો આ ડામર રોડ વાહન ચાલકો માટે કમ્મરતોડ પુરવાર થયી રહ્યો છે જેથી તંત્ર દ્વારા આ રસ્તો નવીન બને તે માટે વિચારે તેવું ગ્રામજનો ઈચ્છી રહ્યા છે.