હિંમતનગર “બી” ડીવીઝન પોલીસે ભિલોડા પોલીસ સ્ટેશનના દારૂના ગુન્હાના વોન્ટેડ આરોપીને ઝડપ્યો

- ભિલોડા પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનનના ગુન્હામાં છેલ્લા ચાર માસથી વોન્ટેડ આરોપીને પકડી પાડતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ
સાબરકાંઠા પોલીસ અધીક્ષક ચૈતન્ય મંડલીક સાહેબ એ સાબરકાંઠા જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ડ્રાઇવ આપેલ છે જે સંદર્ભે હિંમતનગર વિભાગના ડી.વાય.એસ.પી. શ્રી કે.એચ.સુર્યવંશી સાહેબ તથા હિંમતનગર વિભાગના સી.પી.આઇ કે. એસ. બ્રહ્મભટ્ટ સાહેબના માર્ગદર્શન હેઠળ “બી” ડીવીઝન પો.સ.ઈ. એ.એન.ગઢવી તથા “ડી” સ્ટાફના માણસો આ દિશામાં સતત વોચ તથા પેટ્રોલીંગ રાખી કાર્યરત છે.
દરમ્યાન પો.સબ.ઇન્સ. એ.એન.ગઢવી તથા ડી સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન બાતમી રાહે હકીકત મળેલ કે ભિલોડા પો.સ્ટે., જી. અરવલ્લી થર્ડ ગુ.ર.નં.૩૫૭/૨૦૧૯ પ્રોહી એક્ટ કલમ-૬૫ એલ, ૧૧૬બી, ૯૮ (૨), ૮૧ મુજબના ગુન્હાના કામનો આરોપી નવિન હંસાજી, ભાટ રહે. ભોલેશ્વર ભાટ વાસ,હિંમતનગર વાળો ભોલેશ્વર મંદિર આગળ રોડ ઉપર ઉભો હોય જેને કલાક ૨૧/૦૦ વાગે પકડી સી.આર.પી.સી. કલમ-૪૧ (૧) આઇ મુજબ અટક કરી આગળની કાર્યવાહી માટે આરોપીને ભિલોડા પો.સ્ટે. માં સોંપવામાં આવ્યો હતો.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)