બોર્ડના વિદ્યાર્થીઓનું ભાવિ રોડ પર, એબીવીપી બનાસકાંઠા દ્વારા જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

રાજકોટના વીરમપુર પાસે રોડ પરથી ધોરણ 10 અને 12ના વિધાર્થીઓએ આપેલ બોર્ડની પરીક્ષાની ઉતરવહીઓ રસ્તા પર રઝળતી મળતાં શિક્ષણ બોર્ડ વિભાગની ઘોર બેદરકારી સામે આવતાં વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ ફેલાયો હોઈ 19મી માર્ચના રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ બનાસકાંઠા દ્વારા જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી તેમજ ત્વરિત નિર્ણય લેવા સંદર્ભે માંગ કરી હતી, તાજેતરમાં યોજાયેલી ધોરણ 10 તેમજ 12ની બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે, જેમાં બોર્ડ દ્વારા લેવાયેલી પરીક્ષામાં રાજયના 17.5 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
વિધાર્થીઓની પરિક્ષા લીધા બાદ ચકાસણી થાય તે પૂર્વે જ રાજકોટ જીલ્લાના વિરમપુર ખાતે રસ્તા પર ધોરણ 10 અને 12ની ઉતરવહીઓ મળી આવતાં શિક્ષણ બોર્ડ વિભાગની ઘોર બેદરકારી તેમજ વિધાર્થીઓના ભવિષ્યને હળવાશમાં લેવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરતાં વિધાર્થી જગતમાં ખળભળાટ મચી ગયો હતો. જોકે સમગ્ર ઘટનાની નિંદા કરતાં એબીવીપી દ્વારા માંગ કરી હતી, જેવી કે સમગ્ર બનાવમાં સંડોવાયેલા અધિકારીઓ, કર્મચારીઓ ઉપર કડક કાર્યવાહી કરવી તેમજ જે વિધાર્થીઓની ઉતરવહીઓ છે તેમને અન્યાય ન થાય એ માટે ત્વરિત યોગ્ય નિર્ણય લેવા સંદર્ભે એબીવીપી બનાસકાંઠા દ્વારા જીલ્લા કલેકટર પાલનપુર ખાતે આવેદનપત્ર પાઠવી જવાબદારો સામે કાર્યવાહી કરવા સહિત વિધાર્થીઓને યોગ્ય ન્યાય માટે માંગ કરી હતી.
*રિપોર્ટ : તુલસી.બોધું, બ.કાં*
(લોકાપર્ણ દૈનિક ન્યૂઝ)