કોરોનાને રાજ્યમાં પહેલો શિકાર, સુરતના ૬૭ વર્ષિય વૃદ્ધનું મોત
સુરત,
ગુજરાતમાં કોરોના વાયરસની કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે. ગુજરાતમાં વધારે પાંચ કેસ પોઝિટિવ નોંધાતા હવે કુલ ૧૮ કેસ પોઝિટિવ નોંધાયા છે. તેમાંથી ગુજરાતમાં કોરોના વાયરસને કારણે પહેલું મોત થયું છે. સુરતમાં દાખલ એક વ્યÂક્તનું કોરોના વાયરસને કારણે મોત થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી તે હોÂસ્પટલમાં દાખલ હતા. કોરોના વાયરસને કારણે હવે ભારતમાં કુલ ૭ લોકોનાં મોત થયા છે.
સુરતના ૬૭ વર્ષીય વૃદ્ધને ચાર દિવસ પહેલાં કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. જેને કારણે તેઓ છેલ્લા ચાર દિવસથી હોÂસ્પટલમાં દાખલ હતા. ગઈકાલે તેઓની Âસ્થતિ ગંભીર હતી. અને આજે તેઓએ હોÂસ્પટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. ૬૭ વર્ષીય વૃદ્ધ અસ્થમાની બીમારીથી પણ પીડાતા હતા. આ વૃદ્ધ અઠવાલાઈન્સ વિસ્તારના હતા. અને તેઓ હીરાના વેપારી હતી. કોરોના પોઝિટિવ આવ્યા પહેલાં પણ કિડની પણ ફેઇલ થઈ હતી.
તો બીજી બાજુ વડોદરામાં પણ એક ૬૫ વર્ષીય મહિલાનું મોત નિપજ્યું છે. તેઓને પણ કોરોના વાયરસના શંકાસ્પદ લક્ષણો જાવા મળ્યા હતા. તેઓ વડોદરાની હોÂસ્પટલમાં દાખલ હતા. અને તેઓનાં રિપોર્ટની રાહ જાવામાં આવી રહી છે. આ મહિલા પણ ડાયાબિટીસ અને બીપીની બીમારીથી પીડિત હતા.
ગુજરાતમાં કોરોનાના ૧૮ પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાંથી સુરતમાં એક વૃદ્ધનું મોત નિપજ્યું છે. કોરોના વાયરસને કારણે હવે ભારતમાં કુલ સાત લોકોનાં મોત નિપજ્યા છે. ગુજરાતમાં કોરોનાને કારણે પહેલું મોત થતાં આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે.