જામનગર રાજકોટ હાઈવે પર સર્વોતમ હોટેલ નજીક યુવકની હત્યા
હજુ થોડા દિવસો પૂર્વે જ જામનગર રાજકોટ હાઈવે પર ધ્રોલ નજીક દિવ્યરાજસિંહ જાડેજા નામના યુવકની ગોળી ધરબી દઈને હત્યાનો બનાવ પોલીસે ગણતરીના દિવસોમાં જ ઉકેલ્યો છે, ત્યાં જ આજે વધુ એક હાઈવેની ઘટના આજે સામે આવતા ધ્રોલ પી.એસ.આઈ. કાંટેલિયા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળ પર દોડી ગયા છે, જામનગર રાજકોટ હાઈવે પર સર્વોતમ હોટેલ નજીક ગળેટૂંપો આપી 19 વર્ષીય પરપ્રાંતીય યુવકની હત્યા નિપજાવ્યાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે, પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
– રોહિત આર. મેરાણી (જામનગર)