પેટલાદ “વામા” ટ્રસ્ટ દ્વારા કોરો વાયરસના પગલે વિનામુલ્યે માસ્ક વિતરણ

પેટલાદ “વામા” ટ્રસ્ટ દ્વારા જ્યારે મહામુસીબતમાં દેશ દુનિયામાં હાહાકાર મચવ્યો છે તેમાં ચરોતર અને પેટલાદ પણ બાકી નથી ત્યારે વામાં ટ્રસ્ટ દ્વારા સર્વે નાગરિકોને કોટ પોલીસ સ્ટેશન સ્લમ વિસ્તારમાં જઈ માસ્કનુ વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિતરણ પ્રસંગે વામા ટ્રસ્ટના પ્રમુખ વિજ્ઞાત્રીબેન્ન પટેલ, નાયબ કલેકટર મનીષાબેન બ્રહ્મભટ્ટ, સહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પરીખ, વિજયભાઈ સાહ સહિત અધિકારીઓ તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને કામ.સિવાય બહાર ના નીકળવું તેવી અપીલ કરી હતી.
પત્રકાર : વિપુલ સોલંકી (પેટલાદ)