હાથાવાડા ગામે માસ્ક વિતરણ કરાયું

વિશ્વમાં પ્રસરી રહેલો કોરોના વાયરસ જેવા રોગાને નાથવા વિવિધ સંગઠનો પણ સેવાઓ આપી રહ્યાં છે, ત્યારે સરવરી યુવા ફાઉન્ડેશન એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા હાથાવાડા ગામમાં માસ્કનું ફ્રીમાં વિતરણ કરી ઉમદા કાર્ય પુરૂં પાડયું હતું. સરવરી ફાઉન્ડેશનના પ્રમુખ ગગુશા જે. જુનેજા સહિતના કાર્યકરો દ્વારા માસ્ક વિતરણમાં સહભાગી બન્યા હતા, તેમજ નાતજાત ભૂલી સેવા કાર્ય તેમજ રક્તદાન પ્રવૃત્તિ પણ કરતું હોવાની ખ્યાતિ ધરાવવાથી ઉત્કૃષ્ટ યોગદાન પુરૂં પાડે છે.
રિપોર્ટ : અરવિંદ પુરોહિત, થરાદ