કોરોનાથી મુક્તિ સંદર્ભે ભુરીયા ગામે હવન કરાયો

વર્તમાન સમયમાં કોરોના વાયરસને કારણે વિશ્વમાં હાહાકાર મચી રહ્યો છે, ત્યારે પોલીસ, નગરપાલિકા, આરોગ્ય વિભાગ, મીડિયા તેમજ કેટલાય સંગઠનો દ્વારા સેવાકીય પ્રવૃતિઓ કરી રહ્યા છે, ત્યારે ગામડાઓમાં સેવાની સાથે ભગવાન પર શ્રધ્ધાની આસ્થા હજું પણ જીવિત જોવા મળી છે. થરાદ તાલુકાના ભુરીયા ગામે શિવ ભગવાનના મંદિરે હવન કરવામાં આવ્યો હતો, જેમાં શાસ્ત્રોકત વિધીના જાણકાર પંડિત વિક્રમભાઈ દવે દ્વારા શિવના મંદિરે પ્રાર્થના તેમજ મૃત્યોમુક્ષીયના મંત્રનો જાપ દ્વારા શાસ્ત્રોકત વિધીથી હવન યોજી દેશમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસ તરત નાશ પામે અને દેશના લોકોનું જીવન શાંતિમય, આનંદકારી, સુખાકારી નીવડે તેવી શિવ ભોલાનાથને હવન થકી પ્રાર્થના અર્ચના કરી હતી.
રિપોર્ટ : અરવિંદ પુરોહિત, થરાદ