મહિલાએ સ્ટોરમાં ઘુસતા જ છીંકો ખાવાનું શરૂ કર્તા પોલીસે ધરપકડ કરી

અમેરિકામાં કોરોનાવાયરસનો ખોફ દુનિયાભરમાં છવાયેલો છે ખાસ કરીને અમેરિકામાં તો સ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે. અહીં મૃત્યુ પામનારાઓની સંખ્યા પહેલાંથી જ એક હજારને પાર થઇ ગઇ છે. આ વચ્ચે પેંસિલવાનિયાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીંની એક કરિયાણાની દુકાનમાં આશરે 35 હજાર ડોલર એટલે કે 26 લાખ રૂપિયાનો ખાવા-પીવાનો સામાન ફેંકી દીધો છે. કારણ હતું એક મહિલાની છીંક.
કહેવામાં આવી રહ્યું છે કે આ મહિલાએ દુકાનમાં ખાવાનના સામાન વાળા હિસ્સા પર છીંકી દીધું. પરિણામે દુકાનદારે બધો જ સામાન ફેંકી દીધો. એક અહેવાલ અનુસાર, દુકાનદારને તે વાતનો ભય હતો કે ક્યાંક તે મહિલા કોરોના પોઝીટીવ તો નહી હોય. પોલીસે કરી ધરપકડ દુકાનદારે જણાવ્યા અનુસાર,આ મહિલાએ સ્ટોરમાં ઘુસતા જ છીંકો ખાવાનું શરૂ કરી દીધું. તરત જ સ્ટોર માલિકે તમામ સામાન ફેંકી દીધો. પોલીસને બોલાવવામાં આવી અને તે મહિલાની ધરપકડ કરવામાં આવી.