બનાસકાંઠા પોલીસનો “Lockdown” ને પગલે એક અનોખો પ્રયાસ : વોટ્સએપ નંબર જારી..!!

બનાસકાંઠા પોલીસનો “Lockdown” ને પગલે એક અનોખો પ્રયાસ : વોટ્સએપ નંબર જારી..!!
Spread the love

નોવેલ કોરોનાને લઈ રાજ્ય સરકારે તમામ જવાબદાર અધિકારી અને પોલીસ અધિકારીશ્રીઓને Lockdown ના આદેશનો ચુસ્તપણે પાલન થાય તે માટે તમામ અધિકારીઓ પોતાની રીતે પૂરતાં પ્રયત્નો કરતા હોય છે. જેમાં બનાસકાંઠા જિલ્લા પોલીસ પરિવાર દ્વારા “લોકડાઉન”નો ચુસ્તપણે અમલ કરાવવા અને કાયદાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે વોટ્સઅપ નંબર :- 99131 61000 જાહેર કરવામાં આવ્યો હતો. તેમાં બનાસકાંઠા જિલ્લા પોલીસ પરિવાર દ્વારા અગત્યના નિયમો જારી કરવામાં આવ્યા હતા :-

  • બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા જારી કરવામાં આવેલ નંબર ઉપર જિલ્લામાં કોઇપણ સ્થળે, પાંચ કે તેથી વધુ વ્યક્તિઓ ભેગા થાય તો તેવા ફોટોગ્રાફ મોકલી આપવા.
  • હોમ કોરોન્ટાઇન કરવામાં આવેલ વ્યક્તિઓ જાહેરમાં ભેગા થાય, તો તેવા ફોટોગ્રાફ મોકલી આપવા.
  • આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની દુકાનો ખુલ્લી જોવા મળે તો તેના ફોટોગ્રાફ મોકલી આપવા.
  • વધુમાં બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા ખાસ સુચન કરવામાં આવેલ કે, ફોટો સાથે સોસાયટી/ગામ/સ્થળનું નામ અને સ્થળનું લોકેશન અવશ્ય મોકલી આપશો.

(માહિતી :- બનાસકાંઠા પોલીસ)
અહેવાલ :- તુલસી.બોધુ, બ.કાં
(લોકાર્પણ દૈનિક)

20200329_163620.png

Admin

Tulsibhai

9909969099
Right Click Disabled!