સાબરકાંઠા પોલીસે ડ્રોન દ્વારા લોક ડાઉન સબંધે અસરકારક કામગીરી કરી

આજરોજ સાબરકાંઠા પોલીસ અધિક્ષકશ્રી ચૈતન્ય મંડલીક સાહેબએ જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી સાબરકાંઠા દ્વારા વૈશ્વિક મહામારી કોરોના વાયરસ અટકાવવા લોક ડાઉન સબંધે જાહેરનામું પ્રસિધ્ધ કરેલ છે. જે જાહેરનામાનો ચુસ્ત પણે પાલન કરવા અને જે લોકો આ જાહેરનામાનું પાલન ન કરે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા જણાવેલ છે જે સબંધે આજ રોજ એમ.એમ સોલંકી પોલીસ ઇન્સ્પેક્ટર, એસ.ઓ.જી. તથા એસ.ઓ.જી. ટીમ તથા એ.એન.ગઢવી પોલીસ સબ ઇન્સ્પેક્ટર, હિંમતનગર બી ડીવિજન તથા તેમની ટીમ દ્વારા હિંમતનગર વિસ્તારમાં અલગ-અલગ જગ્યાએ ડ્રોન કેમેરા મારફતે સર્વેલન્સ કરતાં હાજીપુરા હુસેની બેકરી વિસ્તારમાં આવેલ ખુલ્લી જગ્યામાં પાંચ ઇસમો રોડની સાઇડમાં ટોળુ વળી ઉભા રહેલ હતા.
જે અન્વયે ડ્રોન કેમેરા મારફતે ઇમેજ લઇ તાત્કાલીક તે જગ્યાએ જઇ તપાસ કરતાં ટોળું ઉભું હતુ તેને કોર્ડન કરી પકડી પુછપરછ કરતાં તેમની હાજરી બાબતે સંતોષકારક જવાબ આપતા ના હતા જેથી ઉભા રહેલ ઇસમોનું નામઠામ પુછતાં પોતે પોતાનું નામ (૧) અબ્દુલકરીમ અસદુલાખ પઠાણ રહે. હાજીપુરા હિંમતનગર (૨) શહીદબક્ષ મહમંદબક્ષ શેખ રહે. નાની વહોરવાડ હિંમતનગર (૩) અબ્દુલગની ગુલામનબી શેઠ રહે. મોટી વહોરવાડ, હિંમતનગર (૪) સલીમભાઇ સન્નાઉલ્લા શેખ રહે. હાજીપુર હિંમતનગર (૫) હુસૈનભાઇ નુરમહમંદ મીર રહે. હાજીપુરા હુસેની બેકરી પાસે હિંમતનગર નાઓ જાહેરમાં ભેગા થઇ ટોળુ વળી મહે. જીલ્લા મેજીસ્ટ્રેટ સાહેબશ્રીના ચાલુ જાહેરનામાનો ભંગ કરેલ હોય તેઓની વિરૂધ્ધમાં કાર્યદેસરની કાર્યવાહી કરી કોરોના વાયરસને અટકાવવા સંબંધે અસરકારક કામગીરી કરવામાં આવેલ છે. અને આગામી સમય માં પણ આ પ્રકાર ની કામગીરી જીલ્લા માં અલગ અલગ વિસ્તાર માં વધુમા વધુ કરવામાં આવશે .
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)