રાહતદરે અનાજ લેવા લાગી લાંબી લાઈનો

રાહતદરે અનાજ લેવા લાગી લાંબી લાઈનો
Spread the love

અમદાવાદઃ પંડિત દિનદયાલ ગ્રાહક ભંડારમાં ચીજ વસ્તુઓનું વેચાણ શરૂ થતાં જ સરકાર માન્ય આ દુકાનોમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉમટી પડયા હતા. અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતનો વિભાગ દ્વારા જીવન જરૂરી ચીજ વસ્તુઓનું વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે. અંત્યોદય અન્ન યોજનાના લાભાર્થીઓને કાર્ડ દીઠ 20 કિ.ગ્રા ઘઉં, 10 કિ.ગ્રા ચોખા લાભાર્થીઓને આપવામાં આવ્યા હતા.આ સિવાય અગ્રતા ધરાવતા કુટુંબોને વ્યક્તિ દીઠ 3.5 કિ.ગ્રા ઘઉં તથા 1.5 કિ.ગ્રા ચોખા.

રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળના તમામ લાભાર્થીઓને કાર્ડ દીઠ 1 કિ. ગ્રા દાળ, હાલમાં જે લાભાર્થીઓને ખાંડ અને મીઠું મળે છે, તેઓને મળવા પાત્ર જથ્થાનું વિતરણ કરવામાં આવે છે.આ અનાજ ભંડારોની બહાર ગુજરાત સરકારના જે કેટેગરીમાં રાશનકાર્ડ ફાળવવામાં આવ્યા છે, એ પ્રકારના લાભોની વિગતો સાથેના બેનર્સ લગાડવામાં આવ્યા છે.અમદાવાદ શહેરમાં આ જીવન જરૂરી ચીજ વસ્તુઓનું વિતરણ કરતી તમામ દુકાનો બહાર ભીડ ના થાય અને અવ્યવસ્થા ના ફેલાય તે માટે સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.

5e17077a-38ba-4aba-82a2-1e32ee50eba7.jpg

Admin

Vinod Meghani

9909969099
Right Click Disabled!