વઘઇના કાચનપાડા ગામની બે મહિલાઓ બળતણના લાકડા લેવા જતા જંગલી ભૂંડનો હૂમલો : એકનું મોત

પ્રાપ્ત માહિતી મુજબ કાચનપાડાના જંગલ વિસ્તારમાં હડકાયા જંગલી ભૂંડનો આતંક એક મહિલાનું મોંત જ્યારે બીજી મહિલા લોહીલુહાણ બેભાન અવસ્થામાં નજીકી શામગહાન ગામેના સી.એચ.સી. ખાતે ખસેડાયા હતાં છે. જ્યાં હાજર તબીબે મંજુલાબેન ચૌધરી ને મૃત જાહેર કર્યા હતાં અન્ય સાથી મહિલા કમળીબેન બાગુલ સારવાર અપાઈ રહી છે. ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં આવેલ કાચન પાડા ગામની બે મહિલાઓ બળતણના લાકડા લેવા ગામ નજીક જંગલ વિસ્તાર વિસ્તારમાં ગયા હતા.
આકસ્મિક આ જંગલમાં હડકાયા ભૂંડ એ બે મહિલા પર કર્યો હુમલો કર્યો હતો. કમળીબેન બુમાબુમ કરતા જંગલી ભૂંડ જંગલ માં ભાગી જતાં આ બન્ને મહિલાઓ કમળાબેન અને મંજુલાબેનને લોહીલુહાણ હાલતમાં 108 એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે નજીકી શામગાહન સી.એચ.સી. ખાતે ખસેડયા છે જ્યાં હાજર તબીબ મંજુલાબેનને મૃત જાહેર કર્યા હતા જ્યારે કમળીબેન બાગુલ ને શામગહાન હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
રીપોર્ટ : વનરાજ પવાર (ડાંગ)