કોરોનાના ભરડામાં અમદાવાદ, છેલ્લા ૧૨ કલાકમાં નોંધાયા ૧૩ કેસ
અમદાવાદ,
આમ આજે ગુજરાત માટે આજનો દિવસ ગંભીર બની ગયો છે. જેમાં આજે એક દિવસમાં સૌથી વધુ કેસ સામે આવ્યાં છે. અત્યાર સુધી માત્ર આ આંકડો ૧૨થી ૧૫ની વચ્ચે જાવા મળતો હતો ત્યારે આજરોજ એક દિવસમાં ૧૯ કેસ સામે આવતા તંત્ર ચોંકી ઉઠ્યું છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદમાં પણ એક જ દિવસનો અત્યાર સુધીના સૌથી વધારે આંકડો સામે આવ્યો છે.
અમદાવાદમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. આજે અમદાવાદમાં વધુ ૧૩ નવા કેસ નોંધાયા છે. અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં સૌથી વધારે કેસ નોંધાયા છે. સોમવારે અમદાવાદમાં ૧૧ કેસ નોંધાયા હતા આજે ૧૩ કેસ નોંધાયા છે. આમ અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસમાં અંદાજે ૩૦ જેટલા કેસમાં વધારો થયો છે. અમદાવાદ કોરોનાનું હોટસ્પોટ બની રÌšં છે. જેમાં અમદાવાદનો પૂર્વ વિસ્તાર સૌથી વધુ અસરગ્રસ્ત છે. અમદાવાદમાં ૧૫ લોકો વિદેશથી આવેલા સંક્રમિત છે. જ્યારે ૨૭ આંતરરાજ્ય અને ૩૫ લોકલ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે.
અમદાવાદમાં આજે બોડકદેવ, સોલા અને જુહાપુરામાં કોરોના પોઝિટીવ કેસો
અમદાવાદમાં આજે નવા કેસો બોડકદેવ, જુહાપુરા, સોલા અને દરિયાપુરના નોંધાયા છે. તો રાજયમાં સૌથી વધુ કોરોનાના દર્દી એક પછી એક અમદાવાદમાં સામે આવી રહ્યા છે.
આ કેસમાં જુહાપુરામાં કેસની સંખ્યા વધતી જાય છે. નવા કેસમાં જુહાપુરામાં છ કેસ નોંધાયા છે. તો નવા વિસ્તારમાં હવે અમદાવાદના સોલા રોડ વિસ્તાર પણ ઉમેરાયો છે. સોલા રોડમાં પારસનગર વિસ્તારમાં રાજેન્દ્રસીંગ્ રાજપૂત નામના શખસને કોરોના છે. તો બોડકદેવ વિસ્તારમાં દેવરાજ ટાવરના સોનલબહેન શાહ નામની પ૯ વરસની મહિલા ઉપરાંત મોનલબહેન શાહ પણ કોરોનાના દર્દી બન્યા છે. તો દેવપ્રીત એપાર્ટમેન્ટના રીટાબહેન ધ્રુવનો પણ કોરોના પોઝિટિવ આવ્યો છે.
આજે એક પણ મૃત્યુ થયુ નથી. આજે ૧ વ્યÂક્ત ડિટ્ચાર્જ પણ થઈ ગયા છે. ૧૨૬ જેટલા લોકો સ્ટેબલ છે. ૪ વ્યÂક્તને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. પાટણમાં ૩ નવા પોઝીટીવ કેસ આવ્યા છે. અત્યાર સુધીમાં ૩૦૪૦ ટેસ્ટ કર્યા છે. આજે એક પણ મૃત્યુ થયુ નથી. આજે ૧ વ્યÂક્ત ડિટ્ચાર્જ પણ થઈ ગયા છે. ૧૨૬ જેટલા લોકો સ્ટેબલ છે. ૪ વ્યÂક્તને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. પાટણમાં ૩ નવા પોઝીટીવ કેસ આવ્યા છે.
અમદાવાદમાં જાવા મળેલા પોઝિટિવ કેસોના ક્લસ્ટરને પગલે રાજ્ય સરકારે તેવા વિસ્તારોને ક્લસ્ટર કેન્ટેમેન્ટ કામગીરી હાથ ધરી છે. ત્યાં સંપૂર્ણ રીતે લોકડાઉન કરવામાં આવે છે. તેમજ સઘન સર્વે હાથ ધરીને હાઈ રિસ્ક અને રોગના લક્ષણો ધરાવતા દર્દીઓને શોધી કાઢીને તેમનું નિદાન અને સારવાર કામગીરી હાથ ધરાય છે.
કયા વિસ્તારને ક્લસ્ટર કેન્ટેમેન્ટ કરાયા?
ધૃવનગર, દાણીલીમડા – વસ્તી ૨૭૫૫
રસુલાબાદ રોડનો પટ્ટો, દાણીલીમડા -વસ્તી ૨૬૦૦
બાપુનગર, રખિયાલ -વસ્તી ૨૩૨૪
હિરાબાગ, આંબાવાડી -વસ્તી- ૭૪૩
ચામડીયાવાસ, જમાલપુર -વસ્તી ૧૩૬૭
માતાવાડી પોળ, દરિયાપુર -વસ્તી ૭૨૦
મલેકશાહ મÂસ્જદ દરિયાપુર -વસ્તી ૭૫૦
ક્રસ્ટલ ફ્લેટ જમાલપુર વસ્તી -૨૮૧૬
કુલ વસ્તી ૧૪૦૭૫.