રાજ્ય પર કારોના સંકટને લઈ ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

રાજ્ય પર કારોના સંકટને લઈ ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
Spread the love

ગુજરાતમાં કોરોના વાયરસના વધી રહેલ કહેર સામે સરકારની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજ રોજ રુપાણી સરકારે કોરોના સામે લડવા માટે ફરી એકવાર મહત્વનો નિર્ણય લીધો છે,જેમાં તેમણે જણાવ્યું છે કે, વયમર્યાદાના કારણે નિવૃત્ત થઈ રહેલા કર્મચારીઓ અધિકારીઓને કરાર આધારિત કર્મચારી તરીકે ચાલુ રાખવાનો આદેશ આપ્યા છે. રાજયમાં ચાલી રહેલી મહામારીને લઈ આરોગ્યલક્ષી કામગીરીમાં કોઈ મુશ્કેલી ઉભી ન થાય તે માટે મે મહિના સુધી એક્સ્ટેંશન આપવાનો નિર્ણય લીધો છે.

રાજયમાં કોરોના વાયરસ બેકાબૂ બનતો જાય છે. દરરોજ નવા કેસો સામે આવતા તંત્રની ચિંતામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જેથી આજરોજ કોરોનાના નવા નોંધાયેલા કેસને લઈ રાજયના અગ્ર સચિવે એક મહત્વની પ્રેસ કોન્ફરન્સ રાખી હતી જેમાં તેમણે કોરોના વાયરસના વધી રહેલા આંકડા પર પોતાની ચિંતા વ્યકત કરી હતી અને જણાવ્યું છે કે, હાલ અમદાવાદ શહેરને હોટસ્પોર્ટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે. જો કે કેસમાં વધારો જોવા મળતા કોર્પોરેશને ઘરે ઘરે જઈ લોકોની તપાસ કરવાના આદેશ આપ્યા છે, જેમાં આંકડો વધી શકે છે તેવી ભીતિ જોવા મળી રહી છે અને વધી રહેલા કેસને લઈ કોઈ ચિંતા કરવાની જરુર નથી.

હોટ સ્પોટ વિસ્તારમાં ટેસ્ટિંગ કરતા આ કેસો બહાર આવ્યા હોવાનો દાવો તેમણે કર્યો છે. જોકે, હોટસ્પોટમાં હજુ પણ વધુ કેસો નીકળશે. નવા વધી રહેલા કેસ અંગે આરોગ્ય સચિવે જણાવ્યું કે, રાજ્યમાં symptomatic positive દર્દીઓની સંખ્યા પણ જોવા મળી છે. આ પ્રકારના લક્ષણો પોઝિટિવ દર્દીઓમાં વધી રહ્યાં છે. ખૂબ જ પ્રકારનાં લક્ષણ ન હોવા છતાં કોરોના પોઝિટિવ રિપોર્ટ આવી રહ્યો છે. આજના 55 નવા દર્દીઓ આવ્યા છે, તેમાંથી 80% આ પ્રકારના દર્દીઓ હોવાનું આરોગ્ય અગ્ર સચિવનું નિવેદન છે.

દાણીલીમડામાં સાગમટે 31 કેસ પોઝિટિવ

અમદાવાદ શહેરમાં આજે કોરોના વાયરસના સાગમટે 50 કેસ પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં આવી ગયું છે. શહેરમાં કોરોના પોઝિટિવની સંખ્યા વધીને 133 પર આવી ગઈ છે. આજના તમામ 50 કેસમાંથી 31 કેસ દાણીલીમડાના જોવા મળ્યા છે. જેમાં 7 વર્ષની બાળકીથી લઈ 74 વર્ષના વૃદ્ધનો સમાવેશ થાય છે.

અમદાવાદ શહેરમાં કોરોના વાયરસે ભારે હાહાકાર મચાવી દીધો છે, એક જ દિવસમાં 50 કેસ પોઝિટિવ આવતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા છે. શહેરમાં પ્રથમ કેસ 17 માર્ચે સામે આવ્યો હતો. જે બાદ પ્રથમ 20 દિવસમાં 600 નમૂના લેવામાં આવ્યા હતા, પરંતુ હવે દરરોજ 600 નમૂના લેવામાં આવી રહ્યાં છે. જો કે, તમામ કોટ વિસ્તાર હાલ અવર જવર માટે સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો છે અને લોકને ઘરે ઘરે જઈ તપાસ કરવામાં આવી રહી છે. રાજ્યના હોટ સ્પોટ અમદાવાદમાં કેસો વધીને 133 થઈ ગયા છે.

IMG-20200409-WA0029.jpg

Admin

Dhaval

9909969099
Right Click Disabled!