બનાસકાંઠામાં જિલ્લામાં કોરોનાનો એકપણ પોઝીટીવ કેસ નોંધાયો નથી : કલેકટર

બનાસકાંઠામાં જિલ્લામાં કોરોનાનો એકપણ પોઝીટીવ કેસ નોંધાયો નથી : કલેકટર
Spread the love
  • બનાસકાંઠા કલેકટરશ્રી સંદીપ સાગલેની બનાસવાસીઓને અપીલ ઘરમાં રહો, સુરક્ષિત રહો.

નોવેલ કોરોના(કોવિડ-૧૯)ની વૈશ્વિક મહામારી અત્યારે ભારત સહિત સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે ત્યારે બનાસકાંઠા માટે આનંદના સમાચાર એ છે, કે જિલ્લામાં અત્યાર સુધી ૩૦ જેટલાં શંકાસ્પદ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા તે તમામના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. એટલે કે, આજદિન સુધી જિલ્લામાં એકપણ પોઝીટીવ કેસ નોંધાયો નથી. ત્યારે બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી સંદીપ સાંગલેએ બનાસવાસીઓને અપીલ કરતાં જણાવ્યું હતું કે, ઘરમાં રહો, સુરક્ષિત રહો. કલેકટરશ્રીએ લોકોને આગ્રહભરી વિનંતી કરતાં કહ્યું હતું, કે આપણા માટે આ સમય વધુ સજાગ અને સતર્ક રહેવાનો છે અને લોકડાઉનનું પૂર્ણ રીતે ચુસ્ત પાલન કરવાનો છે. વધુમાં જણાવેલ કે, કોઇ લટાર મારવા નીકળે, સોસાયટીમાં ટોળું ભેગું કરે તેવી પ્રવૃત્તિઓ પર આપણે જાતે જ રોક લગાવવી જોઇએ જેથી કોરોનાના સંક્રમણથી બચી શકાય તેમ કલેકટરશ્રીએ જણાવ્યું હતું.

(માહિતી બ્યુરો, પાલનપુર)

અહેવાલ :- તુલસી.બોધુ, બ.કાં
(લોકાર્પણ દૈનિક)

20200410_101946.png

Admin

Tulsibhai

9909969099
Right Click Disabled!