દેશમાં ઓડિશા પંજાબ-મહારાષ્ટ્ર-દિલ્હી બાદ બંગાળે 30મી સુધી જાહેર કર્યું લોકડાઉન

ઓડિશા અને પંજાબ પછી મહારાષ્ટ્રએ પણ લોકડાઉન 30 એપ્રિલ સુધી વધારવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શનિવારે તેની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી ઉદ્ધવે કહ્યું કે, ‘મહારાષ્ટ્રમાં લોકડાઉન 30 એપ્રિલ સુધી ચાલુ રહેશે. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ આપણે દેશને રસ્તો બતાવવામાં પાછળ હટશું નહીં. રાજ્યમાં કોરોના વાયરસના 1,874 કેસ નોંધાયા છે
અને અહીં 110 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. કોરોનાની મહામારી વચ્ચે પશ્વિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ કેન્દ્રની મોદી સરકાર પાસે વિશેષ પેકેજની માગ કરી છે. તેમણે પીએમ મોદી સાથે થયેલી વીડિયો કોન્ફરન્સ બાદ જણાવ્યું છે કે, પીએમ મોદીને 30મી એપ્રિલ સુધી લોકડાઉન વધારવાની અપીલ કરવામાં આવી હતી. ત્યારે મમતા બેનર્જીએ પણ પશ્વિમ બંગાળમાં 30 એપ્રિલ સુધી લોકડાઉન વધારવાની જાહેરાત કરી છે. મહત્વપૂર્ણ છે કે, પશ્વિમ બંગાળમાં કોરોનાના 116 કેસ નોંધાયા છે. જે પૈકી 11 લોકોના મોત કોરોના વાયરસના કારણે થયા છે.