સુરતમાં હવે કોમ્યુનિટી ટ્રાન્સમિશનનામાં પ્રવેશ્યો : એક સાથે 9 કેસ નોંધાયા

સુરત શહેરમાં મંગળવારની સવાર સુધીમાં નવ જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાઇ ચૂકયા હતા. ચોંકાવનારી વાત તો એ છે કે, હવે શહેરમાં કોરોના વાઈરસ કોમ્યુનિટી ટ્રાન્સમિશનના તબક્કાં પ્રવેશી ચૂક્યો છે. શહેર-જિલ્લામાં કોરોનાના દર્દીની સંખ્યા ૪૩ ઉપર પહોંચી છે. પાંચ પોઝિટિવ કેસ એવા હતા કે જે રેન્ડમલી કોમ્યુનિટી સેમ્પલના હતા.
શહેરમાં પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારાને ધ્યાનમાં લઈને તંત્ર પણ હરકતમાં આવ્યું છે. અને પોઝિટિવ કેસો વાળા વિસ્તારમાં દવા છંટકાવ સાથે સમગ્ર વિસ્તારને સેનિટાઈઝ કરવા સાથે આ વિસ્તારનાં લોકોના મેડીકલ ચેકઅપ અને કોરોના રીપોર્ટ કાઢવાની શરુઆત કરી છે. પોઝિટિવ આવેલા ત્રણ કેસમાં રિંગરોડ વિસ્તારમાં રહેતા ૬૦ વર્ષીય નિર્મલાબેન રાણા, રામપુરામાં રહેતા ૪૨ વર્ષીય મહમ્મદ અમિન અંસારી અને સેન્ટ્રલ ઝોનમાં ગાર્ડન મીલમાં રહેતા ૩૮ વર્ષીય મુબારક પટેલનો સમાવેશ થાય છે. ત્રણેયને કોવિડ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ત્રણેયના સંપર્કમાં આવેલા લોકોની તપાસ કરવામાં આવી રહી છે.
બીજી બાજુ લોખાત હોસ્પિટલના મહિલા સહિત બે હેલ્થ વર્કર અને લોખાત હોસ્પિટલના સ્ટાફ ક્વાર્ટરમાં રહેતા એકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જયારે કોમ્યુનિટી સેમ્પલના રિપોર્ટમાં પાંચ લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સુરતમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન ફેલાઈ રહ્યું હોવાનું સ્પષ્ટ થયું હતું. તમામ પોઝિટિવ દર્દીઓને સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. સોમવાર સુધી સુરતમાં ૩૫૩ શંકાસ્પદ દર્દીઓ (કોમ્યુનિટી સેમ્પલ સિવાયના) સામે આવી ચુક્યા છે જે પૈકી ૩૧૬નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે જ્યારે ૪૦નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે ચારના રિપોર્ટ આવવાના બાકી છે.