ખંભાતમાં એક જ વિસ્તારમાં પાંચ કેસ

આણંદમાં પણ પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. મંગળવારે વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો હતો. ખંભાતના અલિંગ ચાર રસ્તા પાસે આવેલી મોતીવાળાની ખડકીમાં ૫૩ વર્ષિય વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલમાં તે સારવાર અર્થે આણંદ સિવિલ હોસ્પિટલમાં છે. આ યુવાન ખંભાતમાં હલવાસનની દુકાન ધરાવે છે. ખંભાતના એક જ વિસ્તારમાં અત્યાર સુધીમાં કુલ પાંચ કોરોના પોઝિટિવ કેસો સામે આવ્યા છે.
જ્યારે સમગ્ર આણંદ જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંકડો ૧૦એ પહોંચી ચૂક્યો છે. દરિમયાન વડોદરા શહેરમાં કોરોના વાઈરસના કહેર વચ્ચે રેડ ઝોન તાંદલજામાં બીએસએફને હવાલે કરી દેવામાં આવ્યો છે. તાંદલજા વિસ્તારમાં અત્યાર સુધી લોકલ ટ્રાન્સમિશનથી કોરોના વાઈરસનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. જોકે નાગરવાડા વિસ્તારનું તાંદલજા વિસ્તાર સાથે કનેક્શન બહાર આવ્યું હોવાથી રેડ ઝોન યથાવત રાખવામાં આવ્યો છે.