હોસ્પિટલમાંથી ત્રણ દર્દી ભાગ્યા એક પકડાયો

રાજકોટ: શહેરની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના શંકાસ્પદ દર્દીનું મોત નીપજ્યું છે. શાપરના ૪૫ વર્ષીય વ્યક્તિનો રિપોર્ટ આવવાનો બાકી હતો ત્યારે સોમવારની મોડી રાત્રે તેનું મોત નીપજ્યું હતું. બીજી બાજુ શહેરની સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવેલા ત્રણ દર્દીઓ ભાગી ગયાં હતા જો કે પોલીસે એકને પકડીને પાછો હોસ્પિટલમાં દાખલ કર્યો હતો જ્યારે બીજાની શોધખોળ શરૂ કરી હતી. રાજકોટમાં આવેલી સર ટી. હોસ્પિટલ ખાતે સેમ્પલ પરિક્ષણ અર્થે મોકલવામાં આવ્યો હતો. જેમાં સિંહોરના એક ૨૦ વર્ષીય યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
કુલ ૧૮ સેમ્પલ મોકલવામાં આવ્યા હતા. જેમાંથી એકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને ૧૭ રિપોર્ટ નેગેટિવ આવ્યાં હતા. બીજી તરફ સિવિલ હોસ્પિટલમાંથી કોરોનાના આઇસોલેશન વોર્ડમાંથી ત્રણ શંકાસ્પદ દર્દીઓ ભાગી ગયા હતા. જેમાંથી એક રાજકોટના શહેરી વિસ્તારનો અને અન્ય બે અન્ય જિલ્લાના દર્દીઓ હતા. આરોગ્ય વિભાગની ટીમે પોલીસની મદદથી એક દર્દીને પકડી પાડ્યો હતો અને આઇસોલેશન વોર્ડમાં દાખલ કર્યો હતા. ત્યારે હજુ બે દર્દીઓ ફરાર છે. એક મહિલા શંકાસ્પદ દર્દી તેના બાળક સાથે ભાગી ગઈ હતી. ત્યારે તેને થોરાળા પોલીસે ગણતરીના સમયમાં જ પકડી પાડી હતી.