ઇમરાન ખેડાવાળા બાદ કોર્પોરેટર બદરુદ્દીન શેખનો રિપોર્ટ પોઝિટિવ

અમદાવાદમાં કોરોનાનો કેર યથાવત છે ત્યારે કોંગ્રેસના વધુ એક નેતા બદરુદ્દીન શેખનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે..બદરુદ્દીન શેખને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. કોગ્રેસ નેતા બદરુદ્દીન શેખ અમદાવાદ મહાપાલિકાના પૂર્વ વિપક્ષ નેતા છે. ઉલ્લેખનિય છે કે ગઈકાલે કોંગી ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો..અને આજે બદરુદ્દીન શેખનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એમના પત્ની પણ કોરોના પોઝિટીવ આવ્યા છે. અમદાવાદમાં કોરોના પોઝિટિવની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આજે વધુ 42 કેસો સામે આવ્યા છે.