હવે પોલીસકર્મીઓને બનાવ્યા નિશાન PSI સહિત 7 હોમ હોમ ક્વોરેન્ટાઈન

હવે પોલીસકર્મીઓને બનાવ્યા નિશાન PSI સહિત 7 હોમ હોમ ક્વોરેન્ટાઈન
Spread the love

અમદાવાદમાં એસ.જી. હાઈવે પર ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી કોન્સ્ટેબલને સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે, જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા તેમની સાથે ફરજ બજાવતા હેબતપુર પોલીસ ચોકીના PSI સહિત સાત પોલીસ કર્મચારીઓને હોમ કોરન્ટાઈન કરવામાં આવ્યા છે. આ કેસની વિગત એવી છે કે એસ.જી.હાઈવે ટ્રાફિક ડિવિઝન -1મા ફરજ બજાવતા અને બાપુનગરમાં વિસ્તારમાં રહેતા પોલીસ કોન્સ્ટેબલનો કોરોનાનો રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો હતો. જેને લઇને તેમને સોલા ખાતેની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. એટલું જ નહીં એસ.જી. હાઈવે પર આવેલી હેબતપુર પોલીસ ચોકીમાં તેમની સાથે ફરજ બજાવતા એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિત સાત પોલીસ કર્મચારીઓને પણ હોમ કોરન્ટાઇન કરવામાં આવ્યા છે.

આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવતા આજે કોરોનામાં સપડાયેલા ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ અને ચાર દિવસ પહેલા કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા તેમજ કોરોનાનો પોઝીટીવ રિપોર્ટ ધરાવતા કોન્સ્ટેબલ ખાસ મિત્રો હતા અને બાપુનગર વિસ્તારમાં રૂમ પાર્ટનર હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે એસ.જી.હાઈવે ટ્રાફિક પોલીસ સ્ટેશનના એસીપી બી.બી ભગોરાના જણાવ્યા મુજબ બંને કોન્સ્ટેબલ હાલ તો સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર ચાલુ છે તબિયત પણ સારી છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં પોલીસ જવાનોને કોરોનાના પોઝિટિવ કેસ આવવાના બનાવો વધી રહ્યા છે.

police-corona-960x640.jpg

Admin

Vinod Meghani

9909969099
Right Click Disabled!