આસિસ્ટન્ટ કમિશનર દેવેન ભટ્ટ કોરોના પોઝિટીવ કર્મચારીઓમાં ફફડાટ

ગુજરાતમાં કોરોના ધીરે ધીરે ભયાવહ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે . લોક ડાઉનના કડક અમલ અને રાજ્ય આરોગ્ય વિભાગના સક્રિય પ્રયાસો વચ્ચે પણ કોરોના પોઝિટિવના કેસો ચિંતાજનક હદે વધી રહ્યા છે. (corona) પરિણામે હવે કોરોનાની (corona)મહામારી પર અંકુશ મેળવવો રાજ્ય સરકાર માટે એક પડકાર સાબિત થઇ રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ આસિસ્ટન્ટ કમિશનર દેવેન ભટ્ટ ને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. ચાંદલોડિયા અને ઘાટલોડિયા વોર્ડની જવાબદારી આવે છે. જ્યારે તેઓ બોકડવદેવ ખાતે આવેલી ઓફિસમાં ફરજ બજાવે છે ઓફિસર, થોડા દિવસ પહેલાં તેમનું સેમ્પલ લેવામાં આવ્યું હતું.