લોક ડાઉનના લીધે સરકારી શાળામાં ઓન લાયન અભ્યાસ

લોક ડાઉનના લીધે સરકારી શાળામાં ઓન લાયન અભ્યાસ
Spread the love

હાલના લોકડાઉનમાં તમામ સરકારી કચેરીઓ કાર્ય કરી રહેલ છે. એવીજ રીતે રાજ્ય કચેરીના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા કચેરીના માર્ગદર્શનમાં રાજુલા તાલુકા શિક્ષણ વિભાગ પણ કાર્યરત છે. સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વારા “સ્ટડી ફ્રોમ હોમ” કાર્યક્રમ અંતર્ગત દર અઠવાડિયે બાળકોના શૈક્ષણિક કાર્ય માટે સોફ્ટ કોપીમાં મટિરિયલ આવે છે આ મટિરિયલ બીઆરસી કો. દ્વારા સીઆરસી કોને અને તેમના દ્વારા આચાર્ય સુધી પહોંચાડવામાં આવે છે. આચાર્ય દ્વારા વર્ગશિક્ષકો અને શિક્ષકો દ્વારા વાલી ગણને વોટ્સએપ દ્વારા પહોંચાડવામાં આવે છે. જેથી વિધ્યાર્થીઓ ઘરેજ અભ્યાસ કરે છે. શિક્ષકો દ્વારા તેમનું ઓનલાઇન ચેકિંગ અને ફોલોઅપ લેવામાં આવે છે.

આ ઉપરાંત જીસીઇઆરટી ગાંધીનગર દ્વારા બાળકોને હૂંફ અને ફ્રી સમયમાં વિવિધ પ્રવૃતિઓ મળી રહે તે માટે “પરિવારનો માળો ,સલામત અને હૂંફાળો” કાર્યક્રમ અંતર્ગત દરરોજ નવી નવી વાર્તાઓ, બાળ ગીતો તથા પ્રવૃત્તિઓ પહોંચાડવામાં આવે છે. બાળકો ઘરે રહીને પણ પોતાના શિક્ષણમાં પાછળ ના રહે તે માટે સમગ્ર શિક્ષણ વિભાગ સતત પ્રયત્નશીલ છે. હાલમાં ખાનગી શાળાઓને પણ ટક્કર આપે તેવા પ્રયાસો સરકારી શાળાઓ કરી રહી છે. સમગ્ર માર્ગદર્શન બદલ સમગ્ર શિક્ષા અભિયાન ગાંધીનગર, જી.સી.ઇ.આર ટી ગાંધીનગર,જિલ્લા શિક્ષણ સમિતિ અમરેલી તથા જિલ્લા સમગ્ર શિક્ષા કચેરી અમરેલીને અભિનંદન તથા શુભેછાઓ આ જ રીતે બાળકોના હિતને ધ્યાને રાખીને સમગ્ર લોકડાઉન દરમિયાન રાજુલા તાલુકા શિક્ષણ વિભાગ કટિબદ્ધ છે.

IMG-20200416-WA0035-0.jpg

Admin

Yogesh Kanabar

9909969099
Right Click Disabled!