વડોદરા જિલ્લા પ્રશાસન દ્વારા રામનગર વિસ્તારમાં 27 પરિવારોને કરિયાણા કીટનું વિતરણ

વડોદરા,
જિલ્લા કલેકટરશ્રી શાલિની અગ્રવાલની સૂચના થી કલેકટર કચેરીના અધિકારીઓ ની ફુડ કમિટી કાર્યરત કરવામાં આવી છે અને કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવ્યો છે. જિલ્લા પ્રશાસન દ્વારા વડોદરા શહેર પશ્વિમ મામલતદાર દ્વારા રામનગર વિસ્તારમાં 27 જેટલા જરૂરિયાત મદોને અનાજ કરિયાણા કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું. અનાજ કીટ મળતા આવા પરિવારોએ રાહતની લાગણી અનુભવી હતી. જિલ્લા પ્રશાસન દ્વારા શ્રમજીવીઓ, દિવ્યાંગો અને જરૂરિયાત મંદો ની વિશેષ કાળજી આ વ્યવસ્થા હેઠળ લેવામાં આવી રહી છે.