બાબરાનું માર્કેટિંગ યાર્ડ હવે ચાલુ થશે, ખેડૂતોમાં ખુશીની લહેર

Spread the love
  • બાબરાનું માર્કેટિંગ યાર્ડ હવે ચાલુ થશે, ખેડૂતોમાં ખુશીની લહેર

આજથી બાબરતાલુકાના ખેડૂતભાઈઓને જાણ કરવામાં આવે છે. હાલ કોરોના વાઈરસના સંક્રમણના કારણે ગુજરાત જિલ્લાના તમામ માર્કેટિંગ યાર્ડ બંધ હતા. જેથી ખેડૂતભાઈઓ જણસીઓ વહેંચી સકતા નહીં જે બાબતનું ધ્યાનમાં લઈ ગુજરાત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લઈ ખેત બજાર અર્થતંત્ર ધ્યાનમાં લઈ 14/4/2020 પરિપત્રથી આદેશ બહાર પાડી માર્કેટિંગ યાર્ડ ચાલુ કરવા આદેશ આપેલ છે.

જેમાં કોરોના વાઈરસના ચેપ ના લાગે તેમજ સોશ્યિલ ડિસ્ટન્સ નું પૂરેપૂરું ધ્યાનમાં લઈ અને આરોગ્ય શાખાની ગાઈડ લાઈનથી માર્કેટિંગ યાર્ડ ચાલુ કરવા આદેશ આપેલ છે. તા: 18/4/2020 ના રોજ ખરીદકર્તા વેપારીઓ તેમજ કમિશન એજનટભાઈઓ ની મિટિંગ રાખેલ છે. જેમાં ખેડૂતભાઈ ને ટેલિફોન દ્વારા રજીસ્ટ્રેશન કરી બોલવામાં આવશે જે ખેડૂતભાઈઓ એ નોંધ લેવી.

નોંધ : રજીસ્ટ્રેશન માટે ફોન કરવાનો સમય સોમવાર થી શનિવાર (સવારના 9 થી 12 તેમજ બપોરપછી 4 થી 6)

ફોન : 02791 ( 233 564, 233 588)
મોબાઈલ : 90999 30731

રિપોર્ટ : હિરેન ચૌહાણ (બાબરા)

Rasik Vegada

Rasik

Right Click Disabled!