Zoom Vidioના માધ્યમથી કોન્ફરન્સિંગ કરી સ્થાનિક પરિસ્થિતિનો તાગ મેળવતા જિલ્લા પ્રમુખ હિરેન હિરપરા

Zoom Vidioના માધ્યમથી કોન્ફરન્સિંગ કરી સ્થાનિક પરિસ્થિતિનો તાગ મેળવતા જિલ્લા પ્રમુખ હિરેન હિરપરા
Spread the love
  • અમરેલી જિલ્લામાં લોક ડાઉનની પરિસ્થિતિ વચ્ચે ફિલ્ડમાં કામ કરતા કાર્યકર્તાઓનો Zoom Vidio એપના માધ્યમથી સંવાદ કરી ઉત્સાહ વધારતા પ્રદેશ અગ્રણી મહેશભાઈ કસવાલા અને જિલ્લા ભાજપ પ્રમુખ હિરપરા

અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ હીરેનભાઈ હીરપરા દ્વારા ગુજરાતમા સૌ પ્રથમ ડીઝીટલ ઉપકરણ Zoom Vidio એપનો ઉપયોગ કરી અમરેલી જીલ્લાની ધારી વિધાનસભા અને સાવરકુંડલા વિધાનસભામા આવતા  ૮ મંડલના પ્રમુખ/મહામંત્રી અને જિલ્લા પ્રભારીઓ સાથે પ્રદેશ ભાજપ ના આગેવાન શ્રી મહેશભાઈ કસવાલા ને જોડીને મંડલ સ્તર પર થયેલ કામગીરીની વિગતો મેળવી તેમનો ઉત્સાહ વધારેલ, તેમજ હીરેનભાઈ હીરપરા અને મહેશભાઈ કસવાલા દ્વારા માર્ગદર્શન આપવામા આવેલ. લોકડાઉન ની પરિસ્થિતિ વચ્ચે આ ડીઝીટલ ઉપકરણ Zoom વિડિઓ એપનો ગુજરાતમા સૌપ્રથમ જિલ્લા લેવલે ઉપયોગ કરી મીટીંગ કરવા બદલ પ્રમુખ શ્રી હીરેનભાઈ હીરપરાને શ્રી મહેશભાઈ કસવાલા એ ખુબ ખુબ અભિનંદન પાઠવેલ.

આ પ્રમાણે જ આગામી દિવસોમાં અન્ય વિધાનસભાઓના કાર્યકર્તાઓ સાથે પણ પ્રદેશ અગ્રણીઓ ને સામેલ રાખી બેઠક કરવામાં આવશે તેવું જિલ્લા ભાજપ પ્રમુખ હિરેન હિરપરા એ જણાવ્યું છે. સાથોસાથ તંત્ર સાથે સંકલન કરી આગેવાનોને લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે જરૂરિયાત મંદ લોકોને સહાયરૂપ થવા જણાવ્યું હતું, હિરેનભાઈ પોતે પણ જરૂરિયાત મંદ લોકો અને કાર્યકર્તાઓને પડતી મુશ્કેલીઓમા હરહંમેશ તેમની સાથે છે તેમ જણાવેલ.

રિપોર્ટ : હિરેન ચૌહાણ (બાબરા)

IMG-20200416-WA0033.jpg

Rasik Vegada

Rasik

Right Click Disabled!