હિંમતનગર રેડ ક્રોસ દ્રારા થેલેસેમીયાના બાળકો માટે લોહી એકત્ર કરાયુ

- ૧૦૦થી વધુ લોહીની બોટલ એકત્ર કરાઇ, હજુ આ રક્તદાનનો પ્રવાહ ચાલુ છે
- બ્લડ બેંકની એમ્બ્યુલેન્સ રક્તદાતાને ઘરેથી લઈ જવા લાવવાનુ કામ કરે છે.
સમગ્ર વિશ્વ જ્યારે કોરોના મહામારી સામે લડી રહ્યું છે દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું છે જેથી કોરોના વાયરસનુ સંક્રમણ ન ફેલાય.આ લોકડાઉનના સમયમાં જે બાળકો જન્મથી જ જીવન માટે લડી રહ્યા છે તેવા થેલેસેમીયાના બાળકોને લોહીની કમી ન થાય તે માટે હિંમતનગરની ઇન્ડિયન રેડ ક્રોસ બ્લડ બેંક દ્રારા લોહી એકત્ર કરવામાં આવ્યું હતું. રક્ત દાન મહાદાન કહેવાય છે. એક રક્તદાતા દ્રારા અનેક લોકોના જીવન બચાવી શકાય છે. માનવતા હજૂ જીવીત છે જેના દર્શન ડગલે ને પગલે કોરોના મહામારીમાં થઈ રહ્યા છે. જિલ્લામાં કોઇ ભૂખ્યું ના સુવે તે માટે સ્વયંસેવી સંસ્થાઓ અને વહિવટીતંત્ર દ્રારા સતત જરૂરીયાતમંદો સુધી મદદ પહોંચી જાય છે. આ લોકડાઉનના સમયમાં જે બાળકો જન્મથી જ જીવન માટે લડી રહ્યા છે અને થેલેસેમીયાથી પિડાય છે તેવા બાળકોને લોહીની કમી ના થાય તે માટે ઇન્ડિયન રેડ ક્રોસ બ્લડ બેંક હિંમતનગર દ્રારા લોહી એકત્રીત કરવામાં આવ્યું હતું.
લોકડાઉન અને કોરોનાની પરીસ્થિતિને ધ્યાને લઈને રેડ ક્રોસ દ્રારા જે લોકો લોહી આપવા માગે તે વ્યક્તિ ફોન દ્રારા જાણ કરે તેને તેના ઘરે જઈ એમ્બ્યુલેન્સમાં બ્લડ બેંક લઈ આવી પુરતી તપાસ કરી ને જ બ્લડ લેવામાં આવ્યું હતું. આમ બ્લ્ડ બેંકે ૧૦૦થી વધુ બોટલ લોહી એકત્ર કર્યું છે. આ બ્લડ કલેક્ટશન સમયે સ્વંયમ સેવકોના આરોગ્યનુ ધ્યાન રાખી સામાજીક અંતરની તકેદારી રાખીને લોહી એકત્રીત કરવામાં આવે છે. હાલ રોજના બ્લડ બેંક પાસે ૫ થી વધુ સ્વંયમ સેવકોના લોહીનુ દાન કરવા માટે સામેથી ફોન આવે છે અને લોહી એકત્ર કરવાની પક્રિયા ચાલુ છે. જેથી કોઇ જરૂરીયાતવાળુ બાળક લોહી વિના પોતાના જીવનની જંગ હારી ના જાય. ઘરમાં રહો,સુરક્ષીત રહો.
રીપોર્ટ :કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)