સાબરકાંઠા જિલ્લામાં ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની ૧.૩૭ લાખથી વધુ ઉત્તરવહી ચકાસણીની કામગીરી શરૂ

સાબરકાંઠા જિલ્લામાં ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની ૧.૩૭ લાખથી વધુ ઉત્તરવહી ચકાસણીની કામગીરી શરૂ
Spread the love
  • તમામ મૂલ્યાંકન કેંદ્રોને સેનેટાઇઝ કરવામાં આવ્યા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં ધોરણ ૧૦ અને ૧૨ની પરિક્ષા લેવામાં આવી હતી. પરંતુ કોરોના વાયરસની વિપત્તિગ્રસ્ત પરિસ્થિતિને સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હોવાથી ઉત્તરવહી ચકાસણીનું કાર્ય સ્થગિત કરવામાં આવ્યું હતું. ઉત્તરવહી ચકાસણીનું આ કાર્ય રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના નિર્ણય મુજબ તા. ૧૬ એપ્રિલથી શરૂ કરવામાં આવ્યું છે.

હાલ જિલ્લામાં ૬ જેટલા મુલ્યાંકન કેન્દ્રોમાં ૬૪૨ જેટલા શિક્ષકો દ્વારા ઉત્તરવહી ચકાસણીની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં ધોરણ ૧૦ના ૪, ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના ૧ અને વિજ્ઞાન પ્રવાહના ૧ મુલ્યાંકન કેન્દ્રોનો સમાવેશ થાય છે.લોકડાઉનના નિયમનું પાલન થાય અને સોશ્યિલ ડીસ્ટન્સીંગ જળવાઈ રહે તે માટે શિક્ષકોને ટીમ વાઈઝ ઉત્તરવહી ચકાસવાની કામગીરી સોંપવામાં આવી છે. ધોરણ -૧૦ અને ૧૨ની ૧,૩૭,૬૦૦ ઉત્તરવહીઓનુ મૂલ્યાંકન કરવામાં આવશે. એક ટીમમાં ૫ શિક્ષકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ એક વર્ગખંડમાં બે ટીમ એટલે કે ૧૦ શિક્ષકો સામાજિક અંતર રાખીને મૂલ્યાંકન કરશે.

શિક્ષણાધિકારીશ્રી વ્યાસે જણાવ્યું હતુ કે, કોરોના વાયરસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને દરેક શિક્ષકોના આરોગ્યની ચકાસણી કેંદ્ર પર કરવામાં આવી છે. મુલ્યાંકન કેન્દ્રના દરેક વર્ગને સેનેટાઈઝ કરવામાં આવ્યા છે. શિક્ષકોને ટીમ વચ્ચે સેનેટાઈઝરની સુવિધા આપવામાં આવી છે. તેમજ ફરજિયાત માસ્ક પહેરવાની પણ સુચના આપવામાં આવી છે. શિક્ષકોને આવન-જાવનમાં મુશ્કેલી ન પડે તેનું ધ્યાન રાખતા સુચારૂ આયોજન કરવામાં આવ્યું છે. જેમ કે, હિંમતનગર, પ્રાંતિજ, તલોદ તાલુકાના શિક્ષકોને હિંમતનગરના મૂલ્યાંકન કેંદ્રો તેમજ ઇડર, ખેડબ્રહ્મા, વિજયનગર અને પોશીના રહેતા શિક્ષકોને ઇડર ખાતેના કેંદ્ર પર જ ફરજ બજાવવાની રહેશે.

શિક્ષણ વિભાગ દ્રારા અન્ય જિલ્લામાં ઉત્તરવહી ચકાસણીમાં મુકાયેલા સ્થાનિક શિક્ષકોને કોરોનાની પરીસ્થિતિને ધ્યાને રાખી જિલ્લાની અંદર જ ઉત્તરવહી ચકાસણીમાં સામેલ કરવા ઓર્ડર કરવામાં આવ્યા છે જેમાં દાહોદ -૧, ગાંધીનગર-૬, છોટાઉદેપુરના-૧ તેમજ બનાસકાંઠાના -૨ શિક્ષકો એમ ૧૦ જેટલા શિક્ષકો અન્ય જિલ્લામાં કામગીરી ઓડર હોવા છતાં જિલ્લામાં ઉત્તરવહી ચકાસણી કામગીરીની વ્યવસ્થા કરાઇ છે. હાલની સ્થિતિમાં જિલ્લાની સરહદો સીલ કરવામાં આવી છે. જેથી કોરોના સંક્ર્મણને ફેલાતુ અટકાવી શકાય અને કોઇ સંક્રમીત વ્યક્તિ અન્ય જિલ્લામાં કોરોનાનો ચેપ ના ફેલાવે. ગુજરાત રાજ્યના દરેક બાળકની એડમિશન પ્રક્રિયા આગળ ધપે અને આગળનો અભ્યાસ સારી રીતે કરી તેમનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે રાજ્યનો શિક્ષણ વિભાગ સંનિષ્ઠતાથી કામ કરી રહ્યું છે. તે માટે સચોટ કામગીરી કરવામાં આવી રહી છે.

ક્રમ મધ્યસ્થ મૂલ્યાંકન કેંદ્ર્નુ નામ ધોરણ વિષય શિક્ષકોની સંખ્યા
૧ એન એન્ડ કે પંડ્યા હિંમત હાઇસ્કૂલ નંબર- ૨ હિંમતનગર ધો -૧૨ વિ.પ્ર ફીજીક્સ ૧૭
૨ શ્રી ત્રિવેણી વિધાલય, મહેતાપુરા ધો-૧૨ સા.પ્ર. તત્વજ્ઞાન ૧૮, ભૂગોળ ૨૪, ઇતિહાસ ૨, કુલ ૬૧
૩ શ્રી એન.જી.જોષી હાઇસ્કૂલ રાયગઢ ધો-૧૦ ગુજરાતી ૭૬
૪ શ્રી કે.એમ.પટેલ વિધામંદિર ઇડર ધો-૧૦ ગણિત ૭૨, વિજ્ઞાન અને ટેકનોલોજી ૫૯, અંગ્રેજી ૭૭, ગુજરાતી ૫૪
૫ શ્રી હિંમત હાઇસ્કૂલ, હિંમતનગર ધો-૧૦ ગણિત ૯૩, વિજ્ઞાન અને ટેકનોલોજી ૫૪
૬ અવર ઓન હાઇસ્કુલ, પ્રાંતિજ ધો-૧૦ અંગ્રેજી ૯૬

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

IMG-20200416-WA0218-0.jpg

Admin

Kuldip

9909969099
Right Click Disabled!