૩ મે સુધીની વિમાની ટિકિટનું પૂરું રિફંડ મળશે

૩ મે સુધીની વિમાની ટિકિટનું પૂરું રિફંડ મળશે
Spread the love

નવી દિલ્હી: નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું હતું કે ૨૫ માર્ચ-૧૪ એપ્રિલના લૉકડાઉનના પ્રથમ તબક્કા દરમિયાન ત્રીજી મે સુધીની ફ્લાઇટ-ટિકિટો બુક કરાવનારા મુસાફરોને પૂરું રિફંડ મળી શકશે. મંત્રાલયે કહ્યું હતું કે આ પેસેન્જરોને કંઈ પણ કૅન્સલેશન ચાર્જીસ વગર ફુલ રિફંડ મળશે.ડોમેસ્ટિક ઍરલાઇનોએ લૉકડાઉનને લીધે રદ કરવામાં આવેલી ફ્લાઇટો માટેના રિફંડ રોકડામાં નહીં. આપવાનો તેમ જ એના બદલામાં ભવિષ્યના પ્રવાસ માટે ક્રેડિટ આપવાનો નિર્ણય લીધો હોવાની ફરિયાદો સોશિયલ મીડિયા પર કેટલાક મુસાફરો દ્વારા થવાને પગલે મંત્રાલયે આ ખુલાસો બહાર પાડ્યો હતો. સરક્યૂલરમાં જણાવાયું હતું કે ફુલ રિફંડને લગતી આ સૂચના ડોમેસ્ટિક તથા ઇન્ટરનેશનલ ઍર ટ્રાવેલને લાગુ પડશે.

Government_discontinues_fuel_throughput_fee_at_all_airport-.jpg

Admin

Vinod Meghani

9909969099
Right Click Disabled!