પ્રાંતિજ ખાતે મોહદ્દીસે આઝમ મિશન દ્વારા જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓની કીટનું વિતરણ

સંસ્થા પરિચય: મોહદ્દીસે આઝમ મિશન એટલે આપણા શહેરમાં ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક વિકાસ માટે પ્રયત્નશીલ રહેતી સંસ્થા, જે આપ સૌના સાથ અને સહકારથી સેવાઓ કરી રહી છે. દોસ્તો, ભાઈઓ, બહેનો અને વડીલો તમે બધા આ વાત ખુબ જ સારી રીતે જાણતા હશો કે મોહદ્દીસે આઝમ મિશનની સ્થાપના હુઝુર શૈખુલ ઈસ્લામ વલ મુસ્લિમી સૈયદ મોહમ્મદ મદની અશરફ અશરફીયુલ જીલાની એ 1980 ની સાલમાં કરી. ગુજરાતમાં આ મિશન તેના મકસદ “કૌમની ખિદમત” કરવાના હેતુથી છેલ્લા ૪૦ વર્ષથી કૌમ અને સમાજની સેવા કરી રહ્યું છે. મિશન તરફથી હોસ્પિટલો, સ્કુલો, મસ્જીદો, મદ્રસાઓ વગેરે બનાવવામાં આવે છે તેમજ સમુહ લગ્ન, ગરીબો અને અનાર્થ લોકોને ખાવાનું ખવડાવવુ, ટીફીન સર્વિસ, જરૂરતમંદ લોકોને રાશનકીટનું વિતરણ કરવું, વૃક્ષારોપણ કરવું, હોસ્પિટલના દર્દીઓને ફ્રુટ વિતરણ કરવું વગેરે જેવી સેવાઓ કરવામાં આવે છે.
કીટ વિતરણની કામગીરી : મોહદ્દીસે આઝમ મિશન પ્રાંતિજ દ્વારા દર વર્ષે રમઝાન મહીનામાં “જીવનજરૂરી ચીજવસ્તુઓ ની કીટ બનાવી” વિતરણ કરવા આવે છે. પરંતુ આ વખતે મિશન ના સરપરસ્ત હુઝુર ફાઝીલે બગદાદ સૈયદ હસન અસ્કરી મિયાં સાહેબ ના હુકમ પ્રમાણે આ કોરોના જેવી મહામારી ફેલાઈ રહી છે ત્યારે આ જીવનજરૂરી ચીજવસ્તુઓની કીટોનું વિતરણ રમઝાન મહીના પેહલા કરવું, જેથી મોહદ્દીસે આઝમ મિશન પ્રાંતિજ દ્વારા કોઈપણ જાતના નાત-જાત ધર્મના ભેદભાવ વગર તા.૧૯-૦૪-૨૦૨૦ ને રવિવારના રોજ “૭૨ જરૂરતમંદ પરિવારોને” ૧૯ જેટલી જીવનજરૂરી ચીજવસ્તુઓની કીટ બનાવી વિતરણ કરવામાં આવ્યું તેમજ તે ૭૨ પરિવારોને આ કીટ સાથે ૩૦૦/- રૂપિયા રોકડા પણ આપવામાં આવ્યા, આ કામની પ્રશંસા પ્રાંતિજ તેમજ આજુબાના ગામના દરેક સમાજના અને ધર્મના લોકોએ કરેલ છે.