અમદાવાદ : રીલીફ એફર્ટસમાં અક્ષયપાત્ર દ્રારા બે કરોડ ચાલીસ લાખ તૈયાર ભોજનના વિતરણ થકી સિંહફાળો

અમદાવાદ : રીલીફ એફર્ટસમાં અક્ષયપાત્ર દ્રારા બે કરોડ ચાલીસ લાખ તૈયાર ભોજનના વિતરણ થકી સિંહફાળો
Spread the love
  • ભારત સરકારશ્રીના કોવીડ-19 ફુડ રીલીફ એફર્ટસમાં અક્ષયપાત્ર દ્રારા આશરે 2,40,00,000 (બે કરોડ ચાલીસ લાખ) તૈયાર ભોજનના વિતરણ થકી સિંહફાળો
  • અક્ષયપાત્ર સંસ્થા દ્રારા ભારતભરમાં આવેલ જુદાજુદા સ્થળોના જરૂરિઆતમંદ લોકોને સહાયકાર્ય શરૂ કરીને આજદિન સુધી આશરે 93.57 લાખ જેટલા ક્યુમિલેટીવ લોકોને તૈયાર ભોજન અને આશરે 3 લાખ 2 હજાર લોકોને ફૂડ રિલીફ કીટ(તૈયાર રાશનનો જથ્થો) આપવામાં આવી

અમદાવાદ : કોવીડ-19ના સંપૂર્ણ લોકડાઉન દરમ્યાન અસરગ્રસ્ત લોકોને સરકારીશ્રી દ્રારા કરવામાં આવી રહેલ રિલીફ કાર્યમાં સહાય કરવાના આશય થકી, અક્ષયપાત્ર સંસ્થા દ્રારા આશરે જુદી-જુદી જાતિ-સમુદાયના આશરે 2,40,00,000 (બે કરોડ ચાલીસ લાખ) ભોજન પુરૂ પાડવામાં આવ્યુ જેમકે માઈગ્રેન્ટ લોકસમુદાયો, ડેઈલી-વેઝીસ શ્રમિકો, ઈન્ડસ્ટ્રિઅલ મજૂરો, ઘરવિહોણા લોકો વગેરેને ભારતના જુદા-જુદા સ્થળો પર સહાય પૂરી પાડવામાં આવી.

ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર અને દાદરા નગર હવેલીમાં સંસ્થાના આવેલ કેન્દ્રીયકૃત રસોડા દ્રારા તા. 19 એપ્રિલ સુધી ક્યુમિલેટીવ 25,00,00 થી વધારે ભોજન લોકોને મદદરૂપ થવાના ઉદેશથી સતત કામ કરી રહ્યું છે અને દરરોજ ગરમ તાજું ભોજન વિતરણ કરી અને જરૂરી અનાજ-કરિયાણા સાથેની ફૂડ રિલીફ કીટને વહેંચણી કરી ભારત સરકાર, જુદા-જુદા રાજયોની રાજકીય સરકાર, કેન્દ્રશાસિત પ્રદેશો અને સિવિક બોડી સાથે ખૂજ ઝીણવટતા સાથે કામ કરી રહી છે.

આ રિલીફ ફીડીંગ પુરૂં પાડવાના ભગીરથ કાર્યની શરૂઆત આંધ્રપ્રદેશ, આસામ, છત્તીસગઢ, દાદરા અને નગર હવેલી, દિલ્લી અને એન.સી.આર. વિસ્તાર, ગુજરાત, કર્ણાટકા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, રાજસ્થાન, તામિલનાડુ, ત્રિપુરા,ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં સફળતાપૂર્વક કરવામાં આવી છે. અક્ષયપાત્ર તેના કિચન નેટવર્કનો ઉપયોગ ભોજન તૈયાર કરવા માટે કરે છે અને પછી ઓથોરીટીએ જણાવેલ કેન્દ્રો પર પહોંચાડવામાં આવે છે જયાંથી જરૂરિઆતમંદ લોકોને આપવામાં આવે છે.

સાથોસાથ, દેશભરના જુદા-જુદા ભાગોમાં પેંકીગ સેન્ટરો પણ ઉભા કરવામાં આવ્યા છે જયાં ફૂડ રિલીફ પેકેટમાં સ્થાનિક સ્વાદ પ્રમાણે જરૂરી અનાજ-કરિયાણું પેક કરવામાં આવે છે. જેમકે બેંગ્લોરમાં વહેંચવામાં આવતી કીટમાં ચોખા, તુવેર દાળ, તેલ, ગરમ મસાલા અને રસમ પાઉડર અને સારી સેલ્ફ-લાઈફ ધરાવતી શાકભાજી જેમકે બટાકા અને પમ્પકીન પેક કરવામાં આવે છે. દરેક કીટ થકી આશરે 42 કે 28 વખત એક ટાઈમ ભોજન બનાવી શકાય તેટલું ધાન્ય હોય છે.

અક્ષયપાત્ર સંસ્થા અને તેની સહભાગી સંસ્થા દ્રારા તારીખ. 19 એપ્રિલ સુધી, ક્યુમિલેટીવ ટોટલ 2,40,00,00 ( બે કરોડ ચાલીસ લાખ,) ગરમ તાજું ભોજન આપ્યુ જેમાં ફુડ રીલીફ કીટનો સમાવેશ થાય છે. બોલીવુડની જાણીતી હસ્તીઓ જેમ કે રુત્વિક રોશન અને રવિના ટંડન દ્રારા સંસ્થાના પ્રયાસોમાં પોતાનું યોગદાન આપ્યુ હતું. આ ઉપરાંત ફાઉન્ડેશન દ્રારા ઉત્સાહી સ્વંયસેવકો કે જેઓ કોઈ પણ વગરના સ્વાર્થ વગર આ જરૂરિઆતના સમયમાં સ્વંય જાતે સહાય કરવા આગળ આવવાની પહેલ કરી છે.

આવા સમુદાયો જેવા કે ઈન્સપાઈંરીગ ઈન્ડીયનો અને કોરોના વોરીઅર્સ તેમજ ઈન્ફોસીસ ફાઉન્ડેશન અને બીઓકેન જેવી ઓર્ગેનાઈઝેશનના કોર્પોરેટ સ્વંયસેવકોએ યોગદાન આપ્યુ. ધ અક્ષયપાત્ર સંસ્થાના ટ્રસ્ટી શ્રી જગન મોહન કૃષ્ણ દાસાએ આ પ્રયાસો વિશે જણાવતા કહ્યુ કે “સૌ કોઈની લોકભાગીદારી થકી અમો આશરે 2,40,00,000 (બે કરોડ ચાલીસ લાખ) ભોજનનું વિતરણ જરૂરીઆતમંદ લોકોને આવી આપત્તિના સમયમાં કરવામાં આવી. હું મારા સહ્રદયથી ભારત સરકાર, રાજય સરકારો, કેન્દ્રશાસિત પ્રદેશો અને સ્થાનિકીય સીવીક બોડીસનો આભાર માનું છું કે તેઓએ અમારી સેવામાં પોતાનો વિશ્વાસ અને ભરોસો દાખવ્યો.

હું અમારા સહયોગીઓ, કોર્પોરેટ અને અંગત દાતાશ્રીઓ, સ્વંયસેવકો અને શુભચિંતકો અમારી સાથોસાથ ખડે પગે ઉભા રહેવા અને પોતાનું અમૂલ્ય યોગદાન આપવા માટે આભારી છીએ. હું ગંભીરરીતે આશા રાખું છું કે આ પરિસ્થિતિમાં વહેલો સુધારો થશે અને લોકો પાછા પોતાના રોજીંદા જીવન શૈલીમાં પાછા ફરશે. ત્યાં સુધી અમો શક્ય તેટલા વધુ લોકોને અમારા સતત અથાગ પ્રયાસો દ્રારા સેવા પૂરી પાડીશું.” અક્ષયાપાત્ર સંસ્થા સહુના સહુકાર અને પોતાના સતત પ્રયાસો થકી આશરે 10,00,00,000 (દશ કરોડ) ભોજન આપવાનું લક્ષ્યાંક હાંસલ કરવા પ્રયત્ન કરતું રહેશે.

ધ અક્ષય પાત્ર ફાઉન્ડેશન વિશે

ધ અક્ષય પાત્ર ફાઉન્ડેશન એ એક સ્વૈચ્છિક સંસ્થા છે કે જે ભારતમાં સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ભૂખ્યા ના રહે અને તેઓમાં કુપોષણને નાબુદ કરવા માટે કાર્યરત છે. સરકારી અને સરકારી સહાયિત શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના અમલ કરીને, અક્ષય પાત્ર શાળાએ જનારા બાળકો ભૂખ્યા ના રહે તેમજ તેઓને શાળા સુધી લાવવાનો લક્ષ્ય રાખે છે.

વર્ષ ૨૦૦૦થી, અક્ષય પાત્ર તમામ શૈક્ષણિક દિવસે બાળકો સુધી ભરપૂરપેટ અને આરોગ્યપ્રદ આહાર પહોંચાડે છે. લાખો બાળકોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે ફાઉન્ડેશન સતત ટેકનોલોજીનો લાભ લઈ રહ્યું છે. તેનું સ્ટેટ-ઓફ-ધ-આર્ટ કિચન એક અભ્યાસનો વિષય બની ગયું છે અને તેણે સમગ્ર વિશ્વમાંથી ઉત્સુક મુલાકાતીઓને આકર્ષ્યા છે.

અક્ષય પાત્ર દ્વારા માત્ર પાંચ શાળાના 1500 બાળકોને મધ્યાહ્ન ભોજન પહોંચાડવાની શરૂઆત કરવામાં આવી હતી, જે આજે ભારત સરકાર તેમજ રાજ્ય સરકારો સાથેની ભાગીદારી વડે તેમજ ઘણાં પરોપકારી દાતાઓ તથા શુભેચ્છકો તરફથી મળતા અમૂલ્ય સહકાર વડે વિશ્વનો સૌથી મોટો (બિન-નફાકીય રીતે સંચાલીત) મધ્યાહ્ન ભોજન કાર્યક્રમ બની ગયો છે. અક્ષયપાત્ર સંસ્થા તેના 52 જેટલા કેન્રીયકૃત કિચન દ્રારા ભારતના 12 રાજયો અને 2 યુનીયન ટેરેટરી ના આશરે 18,00,907 બાળકોને ગરમ, તાજું ભોજન શાળાકીય દિવસો દરમ્યાન પુરું પાડે છે.

દેશની આશરે 19,039 સરકારી અને સરકારી સહાયતા પ્રાપ્ત શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના અંતગયત ભોજન પુરં પાડવામાં આવ છે. ગુજરાતમાં સંસ્થા દ્રારા તેના અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, ભુજ ખાતે સ્થાપિત કેન્દ્રીયકૃત રસોડા થકી આશરે 1926 સરકારી શાળાઓમાં અને યુનિયન ટેરેટરીના દમણ અને દાદરા નગર હવેલીની આશરે 244 શાળાઓમાં બાળકોને શાળાકીય દિવસ દરમ્યાન ગરમ, તાજું ભોજન પુરું પાડવામાં આવે છે. અક્ષય પાત્ર ફરી એક વખત દેશભરમાં આપદા રાહત કામગીરી કરવા માટે આગળ આવ્યું છે.

ભૂતકાળમાં પણ અક્ષય પાત્ર દ્વારા કેરળ, તામીલનાડુ અને ઉત્તર પ્રદેશમાં પૂર ગ્રસ્ત વિસ્તારોમાં તેમજ કર્ણાટકમાં દુષ્કાળ અસરગ્રસ્ત વિસ્તારોમાં ભોજન પહોંચાડવાની રાહતકામગીરી હાથ ઘરેલ છે. તદ્ઉપરાંત, એપ્રિલ 2015માં નેપાળમાં ધરતીકંપ આવ્યો ત્યારે અમે દેશની સીમા બહાર જઈને પણ રાહત કામગીરી હાથ ધરી હતી અને ત્રણ માસ સુધી અસરગ્રસ્તોને ભોજન પૂરું પાડવા માટે ત્યાં હંગામી ધોરણે રસોડું શરૂ કર્યું હતું. અમે કટોકટીના આ સમયે અને ભવિષ્યમાં પણ જ્યારે જરૂર પડે ત્યારે જરૂરિયાતમંદ લોકોની સેવા કરવાનું શરૂ રાખીશું.

IMG-20200421-WA0026.jpg

Admin

Dhiraj

9909969099
Right Click Disabled!