ધાનેરાના બે યુવાન સરકારી કર્મચારીઓને બે ટાઇમ નાસ્તો તેમજ ચા આપી માનવતાનું કાર્ય કરી રહ્યા છે

જ્યારથી દેશને લોકડાઉન કરવામાં આવ્યો છે ત્યારથી વિવિધ સેવા સંસ્થાઓ ગરીબ અને મધ્યમવર્ગના લોકોને જમવાનું પૂરું પાડે છે તો બીજી તરફ પોલીસ અને આરોગ્ય સ્ટાફ પણ પોતાનો જીવ જોખમમાં મુકી ખડે પગે ફરજ બજાવી રહ્યા છે ત્યારે ધાનેરામાં વિપુલભાઈ જોશી અને નિકેશભાઈ ગૌસ્વામી આ બંને યુવાનો દ્વારા ધાનેરામાં ફરજ બજાવતા પોલીસ સ્ટાફ તેમજ આરોગ્ય કર્મચારીને બંને ટાઇમ ચા નાસ્તો આપી એક માનવતા ભર્યુ કાર્ય કરી રહ્યા છે બંને યુવાનો કોઈની પાસેથી દાન લીધા વગર પોતાના સ્વખર્ચે છેલ્લા એક મહિનાથી પોલીસ અને આરોગ્ય કર્મચારીને ક્યાં તેમજ નાસ્તો પુરો પાડી રહ્યા છે ત્યારે આ યુવાનોની કામગીરીને ધાનેરાના લોકો પણ આવ્યા છે.