મહિલા સરપંચ દ્વારા સિંબળપાણી ગામને સેનેટરાઇઝ કરવામાં આવ્યું
શક્તિ ભક્તિ અને પ્રકૃતિનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે હાલમાં સમગ્ર દેશમાં લોક ડાઉન ૩ મે સુધી લંબાવવામાં આવ્યું છે ત્યારે અંબાજીથી 12 કિલોમીટર દૂર પહાડી વિસ્તારમાં આવેલું સિંબળ પાણી ગામ ને આજે મહિલા સરપંચ,તલાટી, ગ્રામ સેવક અને કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા સમગ્ર ગામને સેનેટરાઇઝ કરવામાં આવ્યું હતું
આજે સેંબલપાણી ગૃપ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ શ્રી દ્વારા અને પંચાયતના અન્ય કર્મચારીઓ (૧) તલાટી કમ મંત્રી, (૨) રેવન્યુ તલાટી, (૩) ગ્રામ રોજગાર સેવક, (૪) કોમ્પ્યુટર ઓપરેટર દ્ધારા પંચાયત વિસ્તાર ના દરેક ગામોમાં કોરોના વાઈરસ અટકાવવા સનેટાઈઝર નો છંટકાવ કરવામાં આવ્યુ હતુ, હાલ મા ગુજરાત અને બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઇરસ ના કેશ મા વધારો થયો છે ત્યારે પોતાના ગામ ના લોકો સુરક્ષિત રહે તે માટે આજે સરપંચ દ્વારા પંચાયત ઓફિસ થી લઇ આખા ગામ ને સેંબલપાણી ગૃપ ગ્રામ પંચાયત વિસ્તાર ને સેનેટરાઇઝ કરાયું હતું, સિમ્બલ ગામે જ્યારથી મહિલા સરપંચ આવ્યા છે ત્યારથી ગામ મા વિકાસલક્ષી કામગીરી વધી ગઈ છે