પ્રાંતિજમાં આરોગ્યની ટીમ ઉપર હુમલો કરનાર ઇસમોને પાસા હેઠળ અટકાયત

પ્રાંતિજમાં આરોગ્યની ટીમ ઉપર હુમલો કરનાર ઇસમોને પાસા હેઠળ અટકાયત
Spread the love
  • પ્રાંતિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરોગ્યની ટીમ ઉપર હુમલો કરનાર ઇસમોને પાસા હેઠળ અટકાયત કરી વડોદરા, રાજકોટ, સુરત જેલ ખાતે મોકલી આપતી સાબરકાંઠા પોલીસ

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ COVID-19 રોગનુ પ્રમાણ વધી રહયું છે. ગુજરાતમાં પણ આજદિન સુધી ૧૦૯૯ જેટલા પોઝીટીવ કેસો નોંધાયેલ છે. વલ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્ર્વિક મહામારી જાહેર કરેલ છે. ભારતમાં પણ COVID-19 ના ખૂબ મોટા પ્રમાણમાં કેસો નોંધાયેલ છે. જે બાબતે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે કોરોના વાયરસ COVID-19ને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. અને કોરોના વાયરસના ભોગ બનતા ઇસમોની જરૂરી માહિતી સરકારશ્રીમાં મોકલવા સારૂ સરકારી કર્મચારીઓ દ્રારા એકત્રીત કરવામાં આવે છે. જેના ભાગરૂપે પ્રાંતિજ તાલુકાના બાલીસણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારી બાલીસણા મુકામે કોરોના વાયરસના અમદાવાદ વિસ્તારમાંથી આવેલ ઇસમોની માહીતી એકત્રીત કરવા જતાં તેમના ઉપર ઉશ્કેરાઇ જઇ ગાળાગાળી કરી માર મારેલ.

જે અંગે બાલીસણા ગામના ત્રણ ઇસમો વિરૂધ્ધ પ્રાંતિજ પો.સ્ટે. પાર્ટ-એFIR નંબર-૧૧૨૦૯૦૪૧૨૦૦૨૯૯/૨૦૨૦ ઇ.પી.કોકલમ-૩૨૩, ૧૮૬, ૩૩૨, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૫ની ક.૫૧(બી) મુજબનો ગુન્હો તા. ૨૧/૦૪/૨૦૨૦ ના રોજ નોંધાયેલ. જેથી સદરી ત્રણેય ઇસમો વિરૂધ્ધ સાબરકાંઠા પોલીસ અધિક્ષક શ્રી ચૈતન્ય રવિન્દ્ર મંડલીક સાહેબ નાઓએ પાસા એક્ટ હેઠળ અટકાયત કરવા દરખાસ્ત કરવા સુચના કરતાં જે અન્વયે એલ.સી.બી. ના પો.ઇન્સ.શ્રી વી. આર. ચાવડાએ ત્રણેય ઇસમોની પાસા દરખાસ્ત તૈયાર કરી સાબરકાંઠા જીલ્લા મેજીસ્ટ્રેટ સાહેબ શ્રી સી. જે. પટેલનાઓ તરફ મોકલી આપતાં જીલ્લા મેજીસ્ટ્રેટ એ (૧) ગૌતમભાઇ શંકરભાઇ પરમાર ઉ.વ. ૨૪. રહે. બાલીસણા તા.પ્રાંતિજ જી.સાબરકાંઠાને વડોદરા મધ્યસ્થ જેલ (૨) બળદેવભાઇ જેઠાભાઇ પરમાર ઉ.વ. ૪૬ રહે. બાલીસણા તા.પ્રાંતિજ જી.સાબરકાંઠા ને રાજકોટ મધ્યસ્થ જેલ (૩) શંકરભાઇ જેઠાભાઇ પરમાર ઉ.વ. ૫૨. રહે. બાલીસણા તા.પ્રાંતિજ જી.સાબરકાંઠા ને સુરત મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવા હુકમ કરવામાં આવેલ છે.

આમ સાબરકાંઠા જીલ્લા પોલીસતંત્ર તથા વહીવટી તંત્રની કામગીરીમાં જો કોઇ વ્યક્તિ બાધકરૂપ બનશે તો તેઓ વિરૂધ્ધ પણ પાસા દરખાસ્ત કરવામાં આવેશે. આમ સરકારી તંત્રએ અસમાજીક તત્વો વિરૂધ્ધ લાલ આંખ કરેલ છે.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

IMG-20200423-WA0146-0.jpg

Admin

Kuldip

9909969099
Right Click Disabled!