કોરોનાના કહેર વચ્ચે મોરબીમાં 4 દિવસમાં ટીબીના 7 કેસ સામે આવ્યા

- તમામ દર્દીઓમાં દવા આપી ફેક્ટરીમાં મોકલાયા
મોરબી : હાલ દેશ દુનિયામાં કોરોનાંનો કહેર છવાયેલો છે.લોકોની ચિંતા વચ્ચે મોરબીમાં ટીબીનાં એક બે નહિ પણ સાત કેસ સામે આવ્યા છે.આવેલા તમામ દર્દીઓ પરપ્રાંતિય હોવાનું બહાર આવ્યું છે. હાલ તમામ દર્દીઓને દવાઓ અને ડોટ્સના જરૂરી કોર્ષ આપવામાં આવી રહ્યા છે. તેમજ તેમની ફેક્ટરીઓમાં મોકલી દેવામાં આવ્યા છે.આ તમામ દર્દીઓ નાં કોરોના નાં સેમ્પલ લેવાયા હતા જે નેગેટિવ આવ્યા હતા જોકે ટીબી માટે લેવાયેલ સેમ્પલ તેમજ એક્સ રેમાં 7 દર્દીઓમાં ટીબી સામે આવ્યો છે. દુનિયાભરમાં કોરોના સામે લડવા આરોગ્ય અને વહીવટી તંત્ર સજ્જ છે. લોકડાઉન નું કડક અમલવારી કરાવી લોકોને ઘરની અંદર રહેવા ફરજ પાડવામાં આવી છે.
મોરબીમાં તંત્રએ કોરોનાં પર કાબુ મેળવી લીધો છે. ત્યારે ત્રણ દિવસ માં ટીબી નાં 7 કેસ સામે આવતા તંત્ર ચોકી ઉઠયું હતું.મોરબી સીવીલમાં ત્રણ દિવસ પૂર્વે 10 દર્દીઓનાં કોરોના નાં લક્ષણ સામે આવતા તેમના સેમ્પલ લેવામાં આવ્યા જે નેગેટિવ આવ્યા હતા જોકે મોરબી સિવીલ હોસ્પિટલના ફિઝિશિયન ડો. હિતેષભાઈ કંઝારીયાને દર્દીઓમાં ટીબીનાં પણ લક્ષણ જાણતા ટીબી સુપરવાઇઝર નિખીલભાઈ ગોસાઇને ટીબી માટેના સેમ્પલ લેવાની સુચના કરતાં 4 દર્દીઓના કફના સેમ્પલ લીધા હતા. જેમાં તેઓના ટીબી પોઝિટિવ આવ્યા હતા તો 3 દર્દીઓમાં એક્સ રે રિપોર્ટ માં ટીબી જણાતાં ત્રણ દિવસમાં 7 કોરોનાના શંકાસ્પદ દર્દીઓમાં ટીબી સામે આવ્યુ હતું. જેથી ટીબીનું કાઉન્સિલ કરી તમામ દર્દીઓને 15દિવસની દવાઓ આપી તેમની ફેકટરીનાં ક્વાર્ટર માં મુકયા હતા લોક ડાઉન ખુલ્યા બાદ તમામ દર્દીઓને તેમના વતનમાં મોકલી દેવાશે.
રીપોર્ટ : જનક રાજા, મોરબી