સાવરકુંડલા ખાતે ૧૬ દુકાનોમાંથી ૫૬ કિલો ફરસાણ અને ૨૯ કિલો અખાદ્ય મીઠાઈનોનાશ

સાવરકુંડલા ખાતે ૧૬ દુકાનોમાંથી ૫૬ કિલો ફરસાણ અને ૨૯ કિલો અખાદ્ય મીઠાઈનોનાશ
Spread the love

હાલ કોરોના વાયરસની વૈશ્વિક મહામારીને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેને અનુસંધાને ફરસાણની દુકાનો છેલ્લા એક માસથી સંપૂર્ણ રીતે બંધ છે. જેથી લોકડાઉન ખૂલતાં ફરસાણના દુકાનદારો બગડી ગયેલો તેમજ લોકોના આરોગ્યને નુકસાનપ્રદ માલ-સામાન ના વેચે તે બાબતની તકેદારીના ભાગરૂપે વાસી તેમજ બગડી ગયેલા માલનું વેચાણ ન થાય તે અંગેની તપાસ કરાવી સાવરકુંડલા ખાતે ફરસાણની દુકાનોનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અન્વયે સાવરકુંડલા નગરપાલિકા વિસ્તારની ૧૬ મીઠાઈ તેમજ ફરસાણની દુકાનો ખોલાવીને તપાસ કરાવતા ૧૦ દુકાનોમાંથી કુલ ૫૬ કિલો ફરસાણ અને ૨૯ કિલો મીઠાઈ ઉપયોગલાયક ના હોવાથી તેનો નાશ કરાવવામાં આવ્યો હતો.

જિલ્લા માહિતી કચેરી – અમરેલી
રાધિકા વ્યાસ/ સુમિત ગોહિલ

રિપોર્ટ   : રસિક વેગડા (મોટીકુકાવાવ)
જાહેરખબર, અવસાન નોંધ તેમજ પ્રેસનોટ
આપવા માટે આપેલ નંબર પર ક્લિક કરો.
મો. 94265 55756

IMG-20200423-WA0020-0.jpg

Rasik Vegada

Rasik

Right Click Disabled!