સુરતમાં અનાજ લેવા ઘેટાં બકરાંની જેમ લોકોએ કતાર લગાવી

સુરતના ડિંડોલી વિસ્તારમાં ચોકવનારી ઘટના સામે આવી છે. અન્ન બ્રહ્મ યોજના હેઠળ લોકો અનાજ લેવા ઉમટ્યા અને ધક્કામુક્કી પણ કરી હતી. સોશિયલ ડિસ્ટનસિંગના તો અહીયા જાણેકે લીરેલીરા ઉડ્યા છે. લોકો કેવી રીતે ઘેટા બકરાની જેમ લોકો લાઈનમાં ઉભા રહીને ધક્કામુક્કી કરી રહ્યા છે. ધક્કામુક્કી દરમિયાન અમુક લોકોની એકબીજા સાથે મારામારી પણ થઈ હતી. જેમા એક વ્યક્તિના હાથે ઈજા પહોચતા તેનો હાથ લોહીલુહાણ થયો હતો. આ દ્રશ્યો ડિંડોળીમાં સર્જાયા છે.