કલોલના નારદીપુરના પરિવાર દ્વારા પી.એમ રાહતફંડમાં દાતાએ રૂ. ૮૧૦૦૦ હજારના ચેક અર્પણ
રૂ. ૫૧૦૦૦ કુંભાર અમરતલાલ વિરાભાઈ, રૂ. ૨૫૦૦૦ રીટાબેન ચંદ્રશંકર રૂ. ૫૦૦૦ જયંતીલાલ તરફથી પી.એમ. રાહત ફંડમાં ચેક આપ્યા. જિલ્લામાં કલોલ તાલુકાની નારદીપુર ગામના દાતાઓએ વડાપ્રધાન રાહતફંડમાં રૂપિયા ૮૧૦૦૦ (એકયાસી હજાર)ના ચેક સરપંચને અર્પણ કર્યા હાલ કોરોના વાયરસ ની મહામારીમાં સમગ્ર ભારત દેશના પ્રજાજનો ફસાઈ ચુક્યા છે અને કોરોનાથી જીવલેણ બીમારીના બિછાને પડેલા પ્રજાજનોને મદદરૂપ થવા ભારત સરકારના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાહત ફંડમાં નારદીપુર ગામનાજ વતનીઓમાં કુંભાર અમરતભાઈ વિરાભાઈએ રૂપિયા ૫૧૦૦૦ હજારનો ચેક તેમજ રીટાબેન ચંદ્રશેખરે રૂપિયા ૨૫૦૦૦ હજારની ચેક તેમજ મોચી જયંતિલાલ એ રૂપિયા ૫૦૦૦ નો ચેક નારદીપુર ગ્રામ પંચાયતના સરપંચ અને કલોલ તાલુકા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ પટેલ રાજુભાઇ સેંધીદાસ (દાદા ટ્રાવેલ્સ વાળા) ને અર્પણ કરી ઉમદા સેવા કરી છે.